New Zealand tour of India: ભારત પ્રવાસ ખેડનારી ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ જાહેર, ટ્રેન્ટ બોલ્ટ નહીં હોય હિસ્સો

ન્યુઝીલેન્ડ (New Zealand0 ની ટીમ ભારતના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ટેસ્ટ સીરીઝ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે ભારતના પ્રવાસ પર 3 T20 સીરીઝ પણ રમવાની છે.

New Zealand tour of India: ભારત પ્રવાસ ખેડનારી ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ જાહેર, ટ્રેન્ટ બોલ્ટ નહીં હોય હિસ્સો
New Zealand Cricket Team
| Edited By: | Updated on: Nov 05, 2021 | 4:23 PM

ન્યુઝીલેન્ડે ભારત પ્રવાસ (New Zealand tour of India) માટે પોતાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યુઝીલેન્ડની 15 સભ્યોની ટીમ ભારતની મુલાકાતે આવશે. પરંતુ ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) ને તે પ્રવાસમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બોલ્ટ સિવાય કોલિન ડી ગ્રાન્ડ હોમ પણ ટીમનો હિસ્સો નહીં હોય. ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડ (Gary Stead) ના જણાવ્યા અનુસાર આ પ્રવાસમાંથી બંનેને આરામ આપવામાં આવ્યો છે. કિવી ટીમ 2021માં T20 વર્લ્ડ કપમાં ભારતનો પ્રવાસ ખેડશે અને તેનું અભિયાન પૂરું થશે. ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 17 નવેમ્બરથી શરૂ થવાનો છે.

ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે ભારતના પ્રવાસ પર 3 T20 સીરીઝ પણ રમવાની છે.

 

ભારત પ્રવાસ માટે કિવિ ટીમમાં 5 સ્પિનરો

ન્યુઝીલેન્ડે ભારત પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ટીમમાં 5 સ્પિન બોલરો રાખ્યા છે. કિવી ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે તેઓ ભારત સામેની મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ભારતીય પીચો પર સ્પિનની રમત જોવી રસપ્રદ રહેશે. તેણે કહ્યું કે બોલ્ટ અને ગ્રાન્ડહોમીને આરામ આપવા પાછળ ટીમની રોટેશન પોલિસી અને બાયોબબલ છે.

 

ભારત સામે ટેસ્ટ શ્રેણી મોટો પડકાર-વિલિયમસન

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ભારતના પ્રવાસ પર રમાનારી ટેસ્ટ શ્રેણીને એક મોટો પડકાર ગણાવ્યો છે અને કહ્યું છે કે તે આ પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સુક છે.

 

ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની 15 સભ્યોની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ડેવોન કોનવે, કાયલ જેમીસન, ટોમ લેથમ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, વિલ સોમરવિલે, ટિમ સાઉથી, રોસ ટેલર, વિલ યંગ અને નીલ વેગનર

આ પણ વાંચોઃ T20 World Cup: મોહમ્મદ શામીએ અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા છતાં, આ દિગ્ગજે ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવાની માંગ કરી દીધી

આ પણ વાંચોઃ IND vs SCOT, T20 World Cup: વિરાટ કોહલીના જન્મદિવસની મજા બગાડવાનો સ્કોટલેન્ડનો પ્લાન, ત્રણેય લીગ મેચ હારીને પણ ભારત સામે હુંકાર