BCCI On VHT : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવો નિયમ! આ બે મેચ કોઈપણ કિંમતે રમવી જ પડશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટી20 સીરિઝ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બરો્ડે તમામ ખેલાડીઓ માટે એક નવું હુકમનામું જાહેર કર્યું છે. સીરિઝ પૂર્ણ થયા બાદ પણ તેનું શેડ્યુલ વ્યસ્ત રહેશે.

BCCI On VHT : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવો નિયમ! આ બે મેચ કોઈપણ કિંમતે રમવી જ પડશે
| Updated on: Dec 15, 2025 | 11:26 AM

Vijay Hazare Trophy 2025-26 : ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝ રમી રહી છે. આ પહેલા 2 ટેસ્ટ અને 3 વનડે મેચ પણ રમી છે. આ મેચ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક નવો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ વનડે અને ટી20 ટીમના ખેલાડીઓ માટે એક નવું હુકમનામું બહાર પાડ્યું છે.જેના હેઠળ એક મહત્વની ઘરેલું ટૂર્નામેન્ટ ઓછામાં ઓછી 2-2 મેચ રમવી પડશે. મહત્વની વાત એ છે કે, દરેક ખેલાડીઓએ આ નિયમનું પાલન કરવું પડશે.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવું હુકમનામું

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મહત્વનો નિર્ણય લેતા ભારતીય વનડે અને ટી20 ટીમના તમામ ખેલાડીઓને વિજય હજારે ટ્રોફી 2025-26માં ઓછામાં ઓછી 2 મેચ રમવાનું કહ્યું છે. આ નિર્દેશ ખેલાડીઓની મેચ ફિટનેસ બનાવી રાખવા અને ઘરેલું ક્રિકેટને મજબુત કરવા માટે લેવામાં આવ્યો છે. વિજય હજારે ટ્રોફી ભારતની મહત્વની ઘરેલું લિસ્ટ એ ટૂર્નામેન્ટ છે. જે 24 ડિસેમ્બરથી શરુ થવાની છે.

આ નિર્ણય સામાન્ય રીતે એ સીનિયર ખેલાડીઓ પર અસર કરશે. જે ઈન્ટરનેશનલ શેડ્યુલના કારણે લાંબા સમયથી ઘરેલું ક્રિકેટથી દુર છે. બીસીસીઆઈની નીતિ હેઠળ સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ જ્યારે પણ નેશનલ ડ્યુટીમાંથી ફ્રી થાય છે, ત્યારે ઘરેલું ટુનામેન્ટમાં ભાગ લેવો જરુરી છે. આનાથી માત્ર ખેલાડીઓ સતત મેચ પ્રેક્ટિસ કરી શકશે. સાથે યુવા ખેલાડીઓને પણ સીનિયર પાસે શીખવાની તક મળશે. આ પહેલા રણજી ટ્રોફી દરમિયાન અનેક સીનિયર ખેલાડીઓ પોતાની ટીમ માટે મેદાનમાં ઉતર્યા હતા.

વિરાટ કોહલી પણ લેશે ભાગ

24 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી ચાલનારી વિજય હજારે ટ્રોફીમાં વિરાટ કોહલીનું રમવું લગભગ નક્કી છે. વિરાટ કોહલીએ તો પહેલા દિલ્હી ક્રિકેટ એસોશિએશનને પોતાની ઉપલબધ્તાની સુચના આપી છે. રિપોર્ટ મુજબ તે કુલ 2 મેચ રમશે. વિરાટ કોહલીએ છેલ્લી વિજય હજારે ટ્રોફી મેચ 16 વર્ષ પહેલા 2010માં રમી હતી. તો રોહિત શર્માએ પણ આ ટૂર્નામેન્ટમાં જોવા મળી શકે છે. રોહિત શર્માએ છેલ્લી વખત 17 ઓક્ટોબરના રોજ વિજય હજારે ટ્રોફી 2018માં રમી હતી.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો