
નેધરલેન્ડે 2023 વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની તેમની આશા જીવંત રાખી છે. એકતરફી મેચમાં નેધરલેન્ડે ઓમાન સામે 74 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે સ્કોર બોર્ડ પર 362 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓમાનની ટીમ ટાર્ગેટથી 74 રન પાછળ રહી ગઈ હતી. વિક્રમજીત સિંહે પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.
The last #CWC23 seat is still vacant! 👀
The Qualifier’s Super Six standings after #NEDvOMA clash 👇 pic.twitter.com/tJCTaRgEpi
— ICC (@ICC) July 3, 2023
વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલ ઓમાન અને નેધરલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ માટે ક્વોલિફાય સુપર સિક્સ મેચમાં નેધરલેન્ડની ટીમે યાદગાર જીત મેળવી વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય થવાની આશાને હજુ પણ જીવંત રાખી છે. ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરની મહત્વની મેચમાં નેધરલેન્ડે ઓમાનને DLS નિયમ અનુસાર 74 રને પરાજય આપ્યો હતો.
It’s all over in Harare!
Netherlands stay in contention for the #CWC23 qualification. #NEDvOMA: https://t.co/GQwVlrkFbq pic.twitter.com/1CynhEv7bi
— ICC (@ICC) July 3, 2023
હરારેના મેદાનમાં ઓમાનના કેપ્ટને ટોસ જીતીને નેધરલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. નેધરલેન્ડે ધમાકેદાર શરૂઆત કરી હતી અને વિક્રમજીત સિંહ અને મેક્સ ઓ’ડાઉડે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. ડોડ 35 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિક્રમજીતે વેસ્લી બારેસી સાથે મળીને બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ નોંધાવી હતી.
The delight of a maiden international ton 🤩
Vikramjit Singh is the @aramco POTM for his brilliant knock against Oman 👏 #CWC23 pic.twitter.com/1YrBFI1wO1
— ICC (@ICC) July 3, 2023
પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 7 વિકેટ ગુમાવીને 362 રન બનાવ્યા હતા. વિક્રમજીતે શાનદાર બેટિંગ કરી પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. વિક્રમે 109 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા અને ટીમને મોત સ્કોર તરફ લઈ ગયો હતો, જ્યારે બારેસી તેની સદી ત્રણ રન માટે ચૂકી ગયો હતો અને 97 રન બનાવીને આઉટ થયો હતો.