IPL 2023 ના લગી તબક્કાનો અંત જેમ જેમ સામે આવતો ગયો એમ વિવાદો પણ સામે આવતા ગયા અને તે ખતમ પણ થયા. પરંતુ એક વિવાદ આમ ભલે શમી ગયો હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તાકવામાં આવતા નિશાન હજુ પણ વિવાદનો અગ્નિ સળગતો હોવાના સંકેત આપી રહ્યુ છે. પહેલા મીઠી કેરી આવી તો, પછી હવે ખુબ ખુશીની ઈન્સ્ટા સ્ટોરી વાયરલ થવા લાગી છે. અફઘાન ખેલાડી નવીન ઉલ હકે પોતાની ઈન્સ્ટા સ્ટોરી એવા સમયે શેર કરી હતી. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઈટન્સે જીત મેળવી હતી.
ગુજરાતની ટીમ સિઝનમાં સૌથી પ્રથમ પ્લેઓફમાં પહોંચી હતી. તો વળી સિઝનમાં સૌથી વધારે જીત મેળવનારી ટીમ પણ ગુજરાત છે. સિઝનમાં 10 મેચ જીતને 20 પોઈન્ટ્સ મેળવ્યા છે. બીજા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ અને ત્રીજા સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાં પહોંચ્યુ હતુ. રવિવારે રાત્રે બેંગ્લોર હાર સાથે જ સિઝનમાંથી બહાર થઈ ગયુ હતુ અને મુંબઈ ઈન્ડિન્સ પ્લેઓફમાં પહોંચ્યુ હતુ.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો હિસ્સો રહેલ અફઘાન સ્ટાર ખેલાડી નવીન ઉલ હકે રવિવારે રાત્રે ઈન્સ્ટા સ્ટોરી શેર કરી હતી. તેણે એક વ્યક્તિ ખૂબ ખુશીઓથી જોર જોરથી હસી રહ્યો હોય એવી તસ્વીર તેણે શેર કરી હતી. નવીને જોકે તેમાં કોઈના તરફ ઈશારો કરતુ લખાણ કે કંઈ જ લખ્યુ નહોતુ. પરંતુ ક્રિકેટ ચાહકોએ માની લીધુ હતુ કે, કેમ અને શાના પર આ ખુશીઓ જાહેર થઈ રહી છે. RCB ની હાર સાથે નવીનની સ્ટોરીને ચાહકોએ કનેક્ટ કરી દીધી હતી. કારણ કે તેણે આ સ્ટોરી હાર બાદ તુરત જ શેર કરી હતી.
Naveen Ul Haq Instagram Story after RCB knocked out from play off race#KingKohli #NaveenUlHaq pic.twitter.com/wBptIS3UB4
— Suraj Pandey (@ferrarinotfiat) May 21, 2023
તો વળી વિરાટ કોહલીએ રવિવારે ગુજરાત સામે સદી નોંધાવી હતી. પરંતુ યુવા ઓપનર શુભમન ગિલે સદી નોંધાવીને કોહલી પર ભારે પડ્યો હતો અને બેંગ્લોર સામે તેણે ગુજરાતને મોટી જીત અપાવી હતી. આમ નવીન માટે બેવડી ખુશી હોવાનુ ચાહકો માનવા લાગ્યા હતા. જોકે આ સ્ટોરી પાછળની સાચી હકીકત શુ છે એ વાત તો ખુદ નવીન ઉલ હક જ બતાવી શકે છે. જોકે હાલ તો બેંગ્લોરની ટીમ પોતાના જ ઘર આંગણે પહોંચીને પોતાની સફર સિઝનમાં પુરી કરી ચુકી છે.
Published On - 8:17 am, Mon, 22 May 23