ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી 2 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચ મુંબઇ (Mumbai Test) માં રમાનારી છે. મુંબઇ ટેસ્ટ મેચ દ્વારા સિરીઝનુ પરીણામ સામે આવશે. વાનખેડે સ્ટેડિયમ (Wankhede Cricket Stadium) માં શુક્રવાર થી રમાનારી ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરંતુ ટેસ્ટ મેચને લઇને હવે એક સંકટ તોળાવા લાગ્યુ છે, એ છે કમોસમી વરસાદ (Unseasonal Rains in Mumbai) નુ. કમોસમી વરસાદની આગાહી અને હાલના વાતાવરણના માહોલને જોતા ચિંતા પ્રસરી છે.
બીજી ટેસ્ટ દરમિયાન આરામ પર રહેલ નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat KOhli) પણ ટીમમાં પરત ફરનાર છે. આ સાથે જ ટીમ સિરીઝ પર વિજય મેળવવા માટે તમામ તાકાતનો ઉપયોગ મુંબઇમાં કરી લેશે પરંતુ આ દરમ્યાન વરસાદી માહોલે ચિંતા સર્જી દીધી છે. કમોસમી વરસાદની અસર વાનખેડેની પિચ પર પણ પડી શકે છે. જ્યારે પિચને લઇને માનવામાં આવી રહ્યુ છે કે, બોલરોને મદદગાર સાબિત થઇ શકે છે. આવામાં કમોસમી વરસાદનો માહોલ મજા બગાડી શકે છે.
ગઇ કાલે બુધવારે મુંબઇમાં દિવસ ભર વરસાદી માહોલ રહ્યો હતો. જેને લઇને બંને ટીમોના ટ્રેનિંગ સેશન પણ રદ કરવા પડ્યા હતા. ગુરુવારે પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આવી સ્થિતીમાં સ્વાભાવિક પણે આઉટ ફીલ્ડ પણ ભીનુ હોય. જેને લઇને ભારતીય ટીમ ઇન્ડોર પ્રેકટીશ કરશે. વાનખેડેમાં આ સુવિધાના અભાવને લઇને બાંન્દ્ર કુર્લા જશે.
સતત વરસાદી માહોલને લઇને વાનખેડે સ્ટેડિયમની પિચને સતત ઢાંકી રાખવામાં આવી છે. જેને લઇને ઢંકાયેલ સ્થિતીમાં નિચે ભેજનુ પ્રમાણ પણ ખૂબ હશે. વધારે ભેદને લઇને ઝડપી બોલરોને કાનપુર કરતા પણ વધુ મદદ મળી શકે છે. જોકે સાથે જ આવી સ્થિતીમાં સ્પિનરોને પણ ખૂબ મદદ મળી શકે છે. વાનખેડેમાં પિચ પર સહેજ પણ ઘાસની સ્થિતી જોવા મળી રહી નહોતી. આમ ધીમા બોલરોને પણ મદદ મળી શકે છે. સાથે જ પ્રથમ દિવસ બાદ વરસાદની ખલેલ ના સર્જાય એ જ વધુ સારુ રહેશે.
વિરાટ કોહલી ના ટીમમાં સામેલ થવાને લઇને સ્વાભાવિક રીતે કાનપુર ટેસ્ટમાં રહેલી ભારતીય ટીમની પ્લેયીંગ ઇલેવન બદલાશે. કોહલીના આગમનને પગલે મયંક અગ્રવાલ સ્થાન ખાલી કરશે એમ નિશ્વિત મનાય છે. અજિંક્ય રહાણે મુંબઇ ટેસ્ટમાં બહાર થવાની સંભાવના ઓછી છે. જે હાલમાં ખરાબ ફોર્મથી પસાર થઇ રહ્યો છે. ગળુ જકડાઇ જવાની સમસ્યાને લઇ રિદ્ધિમાન સાહા બહાર થઇ શકે છે, તેના સ્થાને શ્રીકર ભરતને મોકો મળી શકે છે. તે ઓપનિંગની જવાબદારી પણ નિભાવી શકે છે. સાથે જ બોલીંગ વિભાગમાં મોહમ્મદ સિરાજને ઇશાંત શર્માના સ્થાને અથવા તે બંને ઉમેશ યાદવ સાથે મળીને ઝડપી બોલીંગ આક્રમણ સંભાળશે. જો આમ થાય તો અક્ષર પટેલને બહાર થવુ પડી શકે. જોકે પ્લેયીંગ ઇલેવન માથાકૂટ ભરી સ્થિતી બની શકે છે.
Published On - 9:57 am, Thu, 2 December 21