Viral Video: મુંબઈ ઈન્ડિયન્સે નેહલ વાઢેરાને કરી સજા, એરપોર્ટ પર પેડ પહેરીને દોડાવ્યો

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે IPL 2023ની શરૂઆત સારી કરી ન હતી પરંતુ હવે આ ટીમ પાછી ફરી છે અને પ્લેઓફની રેસમાં છે. દર વખતની જેમ આ સિઝનમાં પણ મુંબઈની ટીમમાંથી એક પ્રતિભાશાળી ખેલાડી ઉભરી આવ્યો છે.

Viral Video: મુંબઈ ઈન્ડિયન્સે નેહલ વાઢેરાને કરી સજા, એરપોર્ટ પર પેડ પહેરીને દોડાવ્યો
Mumbai Indians
| Edited By: | Updated on: May 14, 2023 | 6:46 PM

નેહલ વાઢેરા પહેલીવાર IPL રમી રહ્યો છે અને પહેલી જ સિઝનમાં તેણે શાનદાર રમત બતાવીને બધાને પ્રભાવિત કર્યા છે. પરંતુ તેમ છતાં તેમને સજા કરવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે IPL 2023ની શરૂઆત સારી કરી ન હતી, પરંતુ હવે આ ટીમ પાછી ફરી છે અને પ્લેઓફની રેસમાં છે. દર વખતની જેમ આ સિઝનમાં પણ મુંબઈની ટીમમાંથી એક પ્રતિભાશાળી ખેલાડી ઉભરી આવ્યો છે.

આ ખેલાડી છે નેહલ વાઢેરા. નેહલે ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ બેટ્સમેન એરપોર્ટ પર અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.

મુંબઈની ટીમે તેની આગામી મેચ 16 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામે તેના ઘરે રમવાની છે. મુંબઈની ટીમ આ મેચ માટે લખનઉ જવા રવાના થઈ રહી હતી અને એરપોર્ટ પર નેહલ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. તેના આ નવા રમૂજી અવતારને જોઈ બધાની હસી નિકડી ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સે વીડિયો પોસ્ટ કર્યો

 

જ્યારે નેહલ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તે અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. સામાન્ય રીતે, જ્યારે ખેલાડીઓ ટીમ સાથે ટ્રાવેલ કરે છે, ત્યારે તેઓ ક્યાં તો ટીમ ટી-શર્ટ અથવા જમ્પ સૂટ પહેરે છે, પરંતુ નેહલે તેની સાથે પેડ પહેર્યા હતા. તેણે તેના બંને પગમાં પેડ પહેર્યા હતા અને આ રીતે તે એરપોર્ટમાં પ્રવેશ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે તેના સોશિયલ મીડિયા પર નેહલનો પેડ પહેરીને એરપોર્ટ પર જતો વીડિયો પોસ્ટ કર્યો છે.

નેહલને આવું કરવું પડ્યું કારણ કે તેને સજા મળી હતી. મુંબઈએ બેટ્સમેનોની એક મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં નેહલ મોડો પહોંચ્યો હતો અને તેથી જ તેને આ સજા મળી હતી. ટીમની સાથે નેહલ પણ તેની આ સજા સાથે મજા કરતો જોવા મળ્યો હતો. એરપોર્ટ પર પેડ પહેરીને દોડતો નેહલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ડેબ્યૂ સિઝનમાં સારું પ્રદર્શન

નેહલે આ સિઝનમાં જ IPLમાં ડેબ્યુ કર્યું છે. તેની પ્રથમ સિઝનમાં જ સારી છાપ ઉભી કરવામાં નેહલ સફળ રહ્યો હતો. અત્યાર સુધી નેહલે આ સિઝનમાં 10 મેચ રમી છે અને 198 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની 33ની રહી છે અને આ ડાબા હાથના બેટ્સમેને 151.15ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેણે બે અડધી સદી ફટકારી છે.

રમતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો