હોળી પર MS ધોનીના ફાર્મહાઉસે આપી આ ખાસ ઓફર, 43 એકરમાં ફેલાયેલું છે તેનું ફાર્મહાઉસ

|

Mar 17, 2022 | 1:28 PM

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, માહી પોતાનો બધો સમય ખેતી અને ડેરી તેમજ ફાર્મિંગમાં ફાળવે છે. ધોનીનું આ ફાર્મહાઉસ રાંચીના સાંબોમાં છે, જેને લોકો એજા ફાર્મહાઉસ તરીકે ઓળખે છે.

હોળી પર MS ધોનીના ફાર્મહાઉસે આપી આ ખાસ ઓફર, 43 એકરમાં ફેલાયેલું છે તેનું ફાર્મહાઉસ
MS Dhoni Farm (File Photo)

Follow us on

ભારતીય ક્રિકેટ (Team India) ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) સફળતા અને લોકપ્રિયતા બંનેના શિખરે છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ માહી પોતાનો બધો સમય ખેતી અને ડેરી તેમજ મરઘાં ઉછેરમાં ફાળવે છે. ધોનીનું આ ફાર્મહાઉસ રાંચીના સાંબોમાં છે, જેને લોકો એજા ફાર્મહાઉસ તરીકે ઓળખે છે. અહીં માહી  લગભગ 43 એકર જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી કરે છે. ત્યાં એક ડેરી પણ છે. તેવી જ રીતે માછલી ઉછેર માટે બે તળાવ પણ છે. ઘઉંની ખેતી પણ અહીં ઓર્ગેનિક રીતે કરવામાં આવે છે.

માહી આ ફાર્મહાઉસમાં મોટાપાયે સ્ટ્રોબેરી, પપૈયા અને જામફળની ખેતી કરી રહ્યો હોવાનું જાણવા મળે છે. આ માટે તેઓ દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અદ્યતન જાતના બિયારણ લાવ્યા છે. તે જ સમયે ધોનીના એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટ રોશન કુમારે જણાવ્યું કે માહીને ખેતીમાં ઘણો રસ છે. તે અવાર-નવાર અહીં આવતો રહે છે અને પોતે કામ કરવા લાગે છે. ધોનીના આ ફાર્મહાઉસમાં ફળો ઉપરાંત શાકભાજીની પણ મોટાપાયે ખેતી થાય છે.

હોળી પર ધોનીના ફાર્મહાઉસે આપી સ્પેશિયલ ઓફર

દરમિયાન, માહીના ફાર્મહાઉસ પર હોળીના ખાસ પર્વ પર ત્રણ દિવસ માટે સ્ટ્રોબેરી પર Buy 1 Get 1ની ઓફર આપવામાં આવી રહી છે. કુમારના કહેવા પ્રમાણે તમે હોળીના અવસર પર અહીં 17થી 19 તારીખ સુધી માહીના ફાર્મહાઉસ પર આવીને આ ઑફરનો લાભ લઈ શકો છો. આ સાથે તમે તમારા પરિવાર સાથે ફાર્મહાઉસ પર આવી શકો છો અને માહીના ફાર્મહાઉસ પર થતી ખેતીને નજીકથી જોઈ શકો છો. માહીના ફાર્મહાઉસ પર 250 ગ્રામ સ્ટ્રોબેરીની કિંમત 50 રૂપિયા છે. જેની ગુણવત્તા બજારમાં ઉપલબ્ધ સ્ટ્રોબેરી કરતાં અનેકગણી સારી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : ENG vs WI: જો રૂટની શાનદાર સદીની મદદથી ઇંગ્લેન્ડની મજબુત સ્થિતિ, વિન્ડીઝની મુશ્કેલી વધી

આ પણ વાંચો : PAK vs AUS: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર બગડ્યો શોએબ અખ્તર, કહ્યું ઓસ્ટ્રેલિયાને થકાવવાનું નહીં પણ હરાવવાનું હતું

Next Article