
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોય, પરંતુ તેમના ચાહકો હજુ પણ તેમને બેટિંગ કરતા જોવા માટે ઉત્સુક છે. તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 2011નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ મેચમાં ધોનીએ વિસ્ફોટક બેટિંગ કરી અને પોતાની ટીમને જીત અપાવી. તેનું આ બેટ 1.19 કરોડ રૂપિયામાં વેચાયું હતું.
પરંતુ એક ખેલાડી એવો પણ છે જેની કેપ ધોનીના બેટ કરતાં વધુ મોંઘી વેચાઈ હતી. આ ખેલાડીનું નામ સર ડોનાલ્ડ બ્રેડમેન છે અને તેની કેપની કિંમત ધોનીના બેટ કરતાં બમણી હતી. એટલું જ નહીં, શેન વોર્નની કેપની કિંમત જાણીને બધાને આશ્ચર્ય થશે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિવંગત સ્પિનર શેન વોર્નને વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક ગણવામાં આવે છે. 2020માં એક હરાજીમાં શેન વોર્ને તેની બેગી ગ્રીન કેપ બોલી માટે મૂકી હતી. તેણે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે 2020માં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભીષણ આગ લાગી હતી અને લોકોને ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં, કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. શેન વોર્નની બેગી ગ્રીન કેપ કુલ 5 કરોડ 79 લાખ રૂપિયામાં વેચાઈ હતી.
ભારતે 2011 ના ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ શ્રીલંકા સામે જીતી હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 91 રનની અણનમ ઇનિંગ રમી હતી. ધોનીએ સિક્સર ફટકારીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. આ બેટને RK ગ્લોબલ શેર્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડે હરાજીમાં 1.19 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.
સર ડોન બ્રેડમેનને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. તેમણે 1928-29માં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી ટેસ્ટ કેપ પહેરી હતી. આ કેપ હરાજીમાં 2.59 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.
Don Bradman’s rare baggy green has been bought by the National Museum of Australia for a staggering ₹2.5 crore (AUD $438K)! #DonBradman #SportsToday pic.twitter.com/aKJZtHEI9q
— Sports Today (@SportsTodayofc) August 29, 2025
ઓસ્ટ્રેલિયાના નેશનલ મ્યુઝિયમે તાજેતરમાં સર ડોનાલ્ડ બ્રેડમેનની બેગી ગ્રીન કેપ ખરીદી હતી. તેમણે આ કેપ 2.52 કરોડ રૂપિયામાં ખરીદી હતી. બ્રેડમેને 1946-47ની એશિઝ શ્રેણીમાં આ કેપ પહેરી હતી. આ શ્રેણીમાં તેમણે 97.14ની સરેરાશથી 680 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ગેરી સોબર્સે 1968માં ફર્સ્ટ ક્લાસ મેચમાં માલ્કમ વોલ્શ સામે એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. તેમનું બેટ 2000માં હરાજી થયું હતું અને 64.43 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. ગેરી સોબર્સ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક માનવામાં આવે છે.
સર ડોનાલ્ડ બ્રેડમેને 1948માં ઈંગ્લેન્ડ સામે પોતાનો વિદાય પ્રવાસ રમ્યો હતો. આ ટેસ્ટ મેચની છેલ્લી ઈનિંગમાં તેમને 100ની ટેસ્ટ એવરેજ પૂર્ણ કરવા માટે ફક્ત ચાર રનની જરૂર હતી પરંતુ તેઓ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. 2003માં તેમની આ કેપ 2.02 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની જર્સી પર નહીં હોય કોઈ કંપનીનું નામ ! BCCI સ્પોન્સર શોધવામાં નિષ્ફળ? – સૂત્ર
Published On - 6:48 pm, Fri, 29 August 25