
શુક્રવારની સાંજ સાથે જ બે મહિના માટે ભારતમાં ક્રિકેટનો જંગ જામશે. દુનિયાભરના ક્રિકેટરો એક્શનમાં જોવા મળશે, જબરદસ્ત જંગ 10 ટીમો વચ્ચે ચેમ્પિયન બનવા માટે જામશે. શુક્રવારથી શરુ થઈ રહેલી IPL 2023 ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને સામને થશે. ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વિજય અભિયાન શરુ કરવાનો ઈરાદો રાખશે. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝન સાથે પાંચમી વાર ચેમ્પિયન બનવાનો ઈરાદો રાખશે. ધોનીની આગેવાની ધરાવતી ટીમે આ માટે પૂરી તૈયારીઓ કરી છે અને ખૂબ પરસેવો વરસાવ્યો હતો.
ટીમનો સુકાની ધોની અને રવિન્દ્ર જાડેજાએ અભ્યાસ સેશનમાં ખૂબ તૈયારીઓ કરી છે. ધોનીએ ચેન્નાઈમાં હોમગ્રાઉન્ડ પર ટ્રેનિંગ સેશનમાં ખૂબ પરસેવો વહાવતા અને વિશાળ છગ્ગો જમાવતી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જોકે આ દરમિયાન ચેન્નાઈ માટે એક મહત્વનો સંયોગ સર્જાયો છે. ચેન્નાઈની ટીમના એ ચાર ખેલાડીઓએ રાઈઝીંગ પૂણે સુપરજાયન્ટ્સની ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી અને ફાઈનલ મેચને રોમાંચક બનાવી હતી. એ મેચમાં મુંબઈ સામે માત્ર 1 રનથી હાર થઈ હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સને 2 વર્ષનો પ્રતિ બંધ લાગ્યો હતો. આ દરમિયાન ચેન્નાઈની ટીમના કેપ્ટન એમએસ ધોની સહિતના ખેલાડીઓએ અન્ય ટીમના હિસ્સો બનવુ પડ્યુ હતુ. ધોની રાઈઝીંગ પૂણે સુપરજાયન્ટ્સની સાથે જોડાયા હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ પૂણે માટેની 2017ની સિઝન ખાસ બનાવી દીધી હતી. ધોની સહિતના એવા ચાર ખેલાડીઓ હતા. જેમણે પૂણે અને ધોની માટે એ સિઝનને ખાસ બનાવી હતી.
આ ચાર ખેલાડીઓમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ અને દીપક ચાહરનો સમાવેશ છે. આ ચાર પ્લેયર્સે પૂણેને 2017ની સિઝનમાં ફાઈનલની સફર કરાવી હતી. જોકે આ સિઝનમાં દીપકે માત્ર 3 મેચો જ રમ્યો હતો. જોકે આ સિવાયના ત્રણ ખેલાડીઓએ ધમાલ મચાવી દીધી હતી.
આ ચારેય ખેલાડીઓ ચેન્નાઈ સુપર કિંગ્સમાં એકઠા છે. ધોની ટીમનો કેપ્ટન છે, જ્યારે બાકીના ત્રણ ખેલાડીઓ પણ ધોનીની ટીમમાં સામેલ છે. હવે આ ચારનો સંયોગ ચેન્નાઈ માટે ફરી એકવાર ફાઈનલની સફર કરાવી શકે છે. જોકે હાલમાં રહાણેને લઈ જોવામાં આવે તો, તે સારા ફોર્મમાં નથી. જોકે તે ફોર્મ મેળવવા તકનો ઉપયોગ જબરદસ્ત બનાવવા કરી શકે છે. આ સિવાય ધોની, બેન સ્ટોક્સ અને દીપક આ ત્રણેય મળીને હરીફ ટીમના માટે ભારે પડી શકે છે.
2017માં પૂણે માટે ધોનીએ 16 મેચ રમીને 290 રન નોંધાવ્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ 16 મેચ રમીને 382 રન નોંધાવ્યા હતા. બેન સ્ટોક્સે 12 મેચ રમીને 316 રન નોંધાવ્યા હતા. સ્ટોક્સે 12 વિકેટ પણ સિઝનમાં ઝડપી હતી. દીપક ચાહર 3 મેચ રમ્યો હતો. આ દરમિયાન 2 વિકેટ ઝડપી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 12:09 pm, Thu, 30 March 23