IPL 2023 Final: અમદાવાદમાં રવિવારે ફાઈનલ મેચ રમવા ઉતરતા જ ધોની રચી દેશે ઈતિહાસ, આમ કરનારો પ્રથમ ખેલાડી બનશે

CSK vs GT, IPL 2023 Final: રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચેમ્પિયન બનવા માટેની ટક્કર થશે. આ સાથે જ બે મહિનાથી ચાલી રહેલી આઈપીએલ સિઝનનો અંત આવશે.

IPL 2023 Final: અમદાવાદમાં રવિવારે ફાઈનલ મેચ રમવા ઉતરતા જ ધોની રચી દેશે ઈતિહાસ, આમ કરનારો પ્રથમ ખેલાડી બનશે
Ms Dhoni મેદાને ઉતરતા જ રચી દેશે ઈતિહાસ
| Edited By: | Updated on: May 27, 2023 | 9:57 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે IPL 2023 Final રમાનારી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આ મહાસંગ્રામ થનારો છે. દુનિયાભરની નજર આવતીકાલે અમદાવાદ તરફ રહેશે. કારણ કે વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનમાં ગણના થાય છે એ મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈને પાંચમી વાર ચેમ્પિયન બનાવવાના ઈરાદે મેદાને ઉતરશે. આ સાથે જ ધોની ઈતિહાસ રચી દેશે. સામે હાર્દિક પંડ્યા પણ જબરદસ્ત કેપ્ટનશિપ દર્શાવી રહ્યો છે. અંતિમ અને વર્તમાન બંને સિઝનમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ ગુજરાત ટાઈટન્સ હાર્દિકની આગેવાનીમાં રહી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધીમાં ચાર વાર ચેમ્પિયન રહી ચુકી છે. ધોનીની આગેવામાં ચાર વાર ટાઈટલ મેળવનાર ચેન્નાઈ સુપર કિંગ્સ હવે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરવાનો ઈરાદો રાખશે. મુંબઈ પાંચ વાર ચેમ્પિયન બની ચુકી છે, જે બીજી ક્વોલિફાયર મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાતની ટીમ સામે હારીને સફર સમાપ્ત કરી ચુક્યુ છે.

 

આ પણ વાંચોઃ IPL 2023 માં બોલિવૂડના અનેક સ્ટાર્સે ઉઠાવ્યો ખૂબ આનંદ, આ સેલેબ્રિટીએ મેચનો પૂરો રોમાંચ માણ્યો

ધોની રચશે ઇતિહાસ

ગુજરાત સામે રવિવારે ફાઈનલ મેચમાં ધોની પોતાની ટીમને જીત અપાવવામાં સફળ નિવડશે તો, માહી આઈપીએલ ઇતિહાસનો બીજો સફળ કેપ્ટન બની જશે. આઈપીએલમાં રોહિત શર્મા બાદ ધોની બીજો કેપ્ટન હશે કે, જે પાંચ વાર ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો હશે. જોકે ગુજરાત ટાઈટન્સ તેની ડેબ્યૂ મેચથી અત્યાર સુધી જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. આમ ગુજરાત પણ બીજી વાર સતત ચેમ્પિયન બનવાનો ઈરાદો રાખે છે. ટીમનો જુસ્સો પણ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં મેદાને ઉતરતા ધોની એક ખાસ ઉપલબ્ધી હાંસલ રવિવારે કરશે.

જે ઉપલબ્ધ માહી રવિવારે અમદાવાદમાં હાસંલ કરશે એમ કરનારો તે પ્રથમ ખેલાડી હશે. ધોની આઈપીએલના ઇતિહાસમાં 250 રમનારો એક માત્ર ખેલાડી બની જશે. ધોની સૌથી વધારે આઈપીએલ મેચ રમનારો ખેલાડી છે, પરંતુ રવિવારે તે 250મી મેચ રમવા માટે મેદાને ઉતારશે. આમ તે પોતાની ઉપલબ્ધીને ખાસ બનાવવા માટેનો ઈરાદો રાખશે.

 

આ પણ વાંચોઃ  Saeed Anwar on Virat Kohli: વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 2 સદી નોંધાવે એવી આશા પાકિસ્તાનના દિગ્ગજે રાખી!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:51 pm, Sat, 27 May 23