મેદાનમાં કોઈ બેટરના માટે ધોની રિવ્યૂ માટે ઈશારો અંપાયરને કરે એટલે સ્વાભાવિક જ બેટરના દિલમાં ધકધક શરુ થઈ જાય છે. ધોની રિવ્યૂ સિસ્ટમ અહીં મોટે ભાગે સફળ જ નિવડતી હોય છે. DRS નુ ફૂલ ફોર્મ આમ તો Decision Review System છે પરંતુ ધોની જ્યારે મેદાનમાં કેપ્ટન તરીકે મોજૂદ હોય અને તેના હાથનો T બને એટલે તેને ધોની રિવ્યૂ સિસ્ટમ તરીકે જ ચાહકો ઓળખતા હોચ છે. કારણ પણ એટલુ જ છે કે, ધોનીના રિવ્યૂ મોટે ભાગે સફળ જ હોય છે. હાલમાં IPL 2023 દરમિયાન આવુ ખૂબ જોવા મળી રહ્યુ છે.
ધોનીએ લીધેલા અનેક રિવ્યૂ બેટર અને અંપાયરના પક્ષમાં પણ આવ્યા છે. એટલે કે કેટલાક રિવ્યૂમાં ધોની સફળ રહી શક્યો નથી. પરંતુ ધોની મોટે ભાગે સફળ રહેતો હોવાનો દર્શકોનો મત અને અનુભવ છે. ધોનીએ માંગેલા રિવ્યૂ પર ચાહકોને ખૂબ ભરોસો હોય છે. જોકે ઓવર ઓલ વાત કરવામાં આવે તો રિવ્યૂમાં સફળતા ફાફ ડુ પ્લેસિસ. વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા કેપ્ટન વધારે આગળ છે.
વિશ્વમાં 20 કે તેથી વધારે વખત રિવ્યૂ લીધા હોય એવા કેપ્ટનની યાદી જોવામાં આવે તો 41 કેપ્ટન સામેલ છે. જ્યારે ઓછામાં ઓછા એક વાર રિવ્યૂ લીધુ હોય એવા કેપ્ટનની ગણતરી સાથે યાદીમાં જોવામાં આવે તો, 112 કેપ્ટન સામેલ છે. જેમાં સૌથી વધારે વખત બાબર આઝમે 172 વખત રિવ્યૂ લઈ ચુક્યો છે. બીજા ક્રમે 162 વખત જો રુટ છે. જ્યારે વિરાટ કોહલી 144 વાર રિવ્યૂ લઈ ચૂક્યો છે.
સૌથી સફળ કેપ્ટનમાં 57 ટકા સફળતા સાથે ફાફ ડુ પ્લેસિસ ટોપ પર આ યાદીમાં છે. જ્યારે 20 કે તેથી વધારે વખત રિવ્યૂ લેનારા કેપ્ટનની યાદીમાં 17માં ક્રમે ધોનીનુ નામ આવે છે. જ્યારે કેએલ રાહુલ ત્રીજા અને અજિંક્ય રહાણે ચોથા અને વિરાટ કોહલી 14માં ક્રમે રહ્યો છે. આઈપીએલમાં જ હવે ધોની જોવા મળે છે. ધોનીના 22 કોલમાંથી 9 જ સફળ રહ્યા છે. જેને લઈ ધોનીના પર્સેન્ટેજ 41 રન રહ્યા છે. આઈપીએલ 2023 માં સટીક રિવ્યૂ ફાફ ડુ પ્લેસિસ અને કેએલ રાહુલ 2 કેપ્ટનલ રહ્યા છે.
Score – Yellove All! 🏓#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/0XWjuK9EfZ
— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2023
માત્ર વિકેટકીપર તરીકે ધોનીની સફળતાનો રેટ વધારે છે. એટલે કે તે કોઈ બીજાની કેપ્ટનશીપમાં રમ્યો હોવો જોઈએ. તેણે વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારત માટે વિકેટકીપિંગ કર્યું અને આ દરમિયાન તેની સફળતાનો દર 57 ટકા રહ્યો. જો કે, આ મામલામાં તેમનાથી આગળ ક્વિન્ટન ડિકોક (80), રહેમાનુલ્લાહ ગુરબાઝ (70), એબી ડી વિલિયર્સ (67), દિનેશ કાર્તિક (71), જોસ બટલર (67), નિરોશન ડિકવેલા (63), ઋષભ પંત (63) છે. ), સંજુ સેમસન (60) છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:14 am, Sat, 6 May 23