ઋષભ પંત બાદ ધોનીની પણ કરી સર્જરી! કોણ છે એ ડૉક્ટર જેણે ઘણા દિગ્ગજ ખેલાડીઓને કર્યા ફિટ

કોઇ પણ ખેલ હોય ખેલાડી સાવધાની રાખવા છતા ઇજાગ્રસ્ત થઇ જતા હોય છે. જે બાદ ખેલાડીને જલ્દી ફિટ કરવાની જવાબદારી બેસ્ટ ડોક્ટર્સને આપવામાં આવે છે. તે ડોક્ટરની વાતની કરીએ જેણે એમ એસ ધોની અને ઋષભ પંતની ટ્રીટમેન્ટ કરી છે.

ઋષભ પંત બાદ ધોનીની પણ કરી સર્જરી! કોણ છે એ ડૉક્ટર જેણે ઘણા દિગ્ગજ ખેલાડીઓને કર્યા ફિટ
MS Dhoni Knee Surgery was successful
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:54 PM

Mumbai: કોઈ પણ રમતમાં ખેલાડી ઘણી વખત ઈજાનો શિકાર થતો હોય છે. જે બાદ તેને સંપૂર્ણ રીતે ફીટ કરવાની જવાબદારી બેસ્ટ ડોક્ટર્સની હોય છે. હાલમાં ક્રિકેટર્સે સ્પેશલિસ્ટ ડોક્ટર્સને વધારે વ્યસ્ત રાખ્યા છે, પછી તે ઋષભ પંત (Rishabh Pant) હોય કે એમએસ ધોની (MS Dhoni). આજે અમે તે ડોક્ટરની વાત કરવા જઇ રહ્યા છીએ જેણે હાલમાં ઋષભ પંતના ઘૂંટણની સર્જરી કરી હતી અને હવે એમ એસ ધોનીને પણ ફીટ કર્યા છે. એમ એસ ધોની આઇપીએલ દરમિયાન ઘૂંટણની ઇજાના શિકાર થઈ ગયો હતો.

આ પણ વાંચો : શ્રીલંકા સામેની વનડેમાં અફઘાનિસ્તાનની થઈ જીત, IND vs AFGની વનડે સિરિઝની તારીખ થઈ નક્કી !

ધોની આઈપીએલ 2023 દરમિયાન થયો ઈજાગ્રસ્ત

ધોનીએ ઘૂંટણની ઈજા સાથે સંપૂર્ણ આઈપીએલ 2023ની સીઝન રમી હતી. ધોનીનુ સંઘર્ષ રંગ લાવ્યુ અને માહીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી આઇપીએલ ટ્રોફી જીતી લીધી હતી. ધોનીની સર્જરી કોકિલાબેન હોસ્પિટલમાં થઇ હતી. આ સર્જરી હોસ્પિટલમાં આર્થ્રોસ્કોપી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર દિનશૉ પરદીવાલાએ કરી હતી. પરદીવાલાએ જ ઋષભ પંતની કાર અકસ્માત બાદ ઘૂંટણની સર્જરી કરી હતી. 23 વર્ષના અનુભવમાં તેમણે ક્રિકેટર્સ જ નહીં પણ અન્ય રમતના ખેલાડીઓને પણ ફિટ કર્યા હતા.

યુવરાજ સિંહ અને સચિનને પણ કર્યા ફિટ

પરદીવાલાએ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને સચિન તેંડુલકરની પણ સારવાર કરી છે. આ સિવાય તેમણે રવીન્દ્ર જાડેજા, જસ્પ્રીત બુમરાહની પણ ટ્રીટમેન્ટ કરી હતી. વર્ષ 2018 માં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર 12 ખેલાડીઓની સર્જરી પરદીવાલાએ જ કરી હતી. આ સિવાય તેમણે કુશતીબાજ સુશીલ કુમાર, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સહિત અન્ય ખેલાડીઓની સારવાર કરી છે.

ઋષભ પંત ઝડપથી થઈ રહ્યો છે રિકવર

ટીમ ઇન્ડિયાનો સ્ટાર યુવા ક્રિકેટર ઋિષભ પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો શિકાર થયો હતો. જેના કારણે તે આઇપીએલ 2023ની સંપૂર્ણ સીઝનમાંથી બહાર થઇ ગયો હતો અને હવે WTC ફાઇનલમાં પણ ક્રિકેટના મેદાનથી દૂર રહેવુ પડશે. નોંધપાત્ર છે કે છેલ્લા 6 મહિનામાં પંતની ઇજામાં ઘણો સુધારો આવ્યો છે. ક્રિકેટ ફેન્સ આશા કરી રહ્યા છે કે ઓક્ટોબરમાં જે ક્રિકેટ વિશ્વ કપનું ભારતમાં આયોજન થવાનું છે તેમાં પંત ભારતીય ક્રિકેટ ટીમમાં કમબેક કરી શકે અને ભારતને 12 વર્ષ બાદ વિશ્વ કપ જીતાડવામાં યોગદાન આપી શકે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:53 pm, Fri, 2 June 23