MS Dhoni IPL 2022: દિલ્હી સામે ધોનીની તોફાની ઇનિંગ… 8 બોલમાં 21 રન, બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

|

May 09, 2022 | 9:02 AM

IPL 2022 : ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni) ફરી એકવાર ટૂંકી પરંતુ ઝડપી ઈનિંગ્સ રમી. એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં પણ 2 છગ્ગા ફટકાર્યા હતા.

MS Dhoni IPL 2022: દિલ્હી સામે ધોનીની તોફાની ઇનિંગ... 8 બોલમાં 21 રન, બનાવ્યો આ શાનદાર રેકોર્ડ
MS Dhoni (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાઇ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ આ મેચમાં ટૂંકી પરંતુ ઝડપી ઈનિંગ્સ રમી હતી અને સાથે જ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે માત્ર 8 બોલમાં તોફાની 21 રન બનાવ્યા હતા. તેમાં 1 ચોગ્ગો અને 2 શાનદાર છગ્ગાનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન એમએસ ધોનીનો સ્ટ્રાઈક રેટ 262 હતો. ધોનીના પ્રદર્શનના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લે 208 ના સ્કોર સુધી પહોંચી શકી હતી.

આ ઇનિંગ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની તરીકે ટી 20 માં પોતાના 6000 રન પૂરા કરી લીધા છે. તે હવે આ લિસ્ટમાં વિરાટ કોહલી પછી નંબર-2 પર આવી ગયો છે. આ યાદીમાં ટોપ-3 કેપ્ટન માત્ર ભારતીય ખેલાડીઓ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ટી20 માં સુકાની તરીકે સૌથી વધુ રન (આંતરરાષ્ટ્રીય લીગ મેચ)

1) વિરાટ કોહલીઃ 6451 રન
2) એમ.એસ. ધોનીઃ 6013 રન
3) રોહિત શર્માઃ 4764 રન
4) એરોન ફિંચઃ 4603 રન

જો મહેન્દ્ર સિંહ ધોનીના IPL રેકોર્ડની વાત કરીએ તો તે 5000 રન પૂરા કરવાથી માત્ર 91 રન દૂર છે. IPL માં એમએસ ધોનીએ 231 મેચમાં 4909 રન બનાવ્યા છે. જે દરમિયાન તેણે 226 સિક્સર ફટકારી છે.

IPL માં MS Dhoni:

કુલ મેચઃ 236
કુલ રનઃ 4909 રન
એવરેજઃ 39.27

તમને જણાવી દઈએ કે આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડેવોન કોનવેએ 49 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતમાં એમએસ ધોની આવ્યો અને 8 બોલમાં આક્રમક 21 રન બનાવ્યા હતા અને ટીમને મોટા સ્કોર તરફ લઈ ગયા.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી આંશિક બહાર છે. પરંતુ તે હજુ પણ અન્ય ટીમોની રમત બગાડી શકે છે. એમએસ ધોનીએ કહ્યું છે કે તે વિવિધ સંયોજનો અજમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Next Article