ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુરુવારે ટક્કર થઈ હતી. જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સે 32 રનથી રાજસ્થાન સામે હાર મેળવી હતી. સંજૂ સેમસનની ટીમ શાનદાર દેખાવ કર્યો હતો. મેચ બાદ એમએસ ધોની એ પણ જયપુરના આ સ્ટેડિયમને લઈ ખાસ વાત કરી હતી. ધોનીએ પોતાના કરિયરની શરુઆતને યાદ કરતા કહ્યુ હતુ કે, જયપુર પોતાના દિલની નજીક છે. ધોનીએ પોતાની 183 રનની ઈનીંગને યાદ કરી હતી. આ ઈનીંગ બાદ તેને ભારતીય ટીમમાં વર્ષ ભર રમવાની ટિકિટ મળી હોવાનુ કહેવાય છે. આ સાથે જ ધોનીનુ ક્રિકેટર કરિયર દોડવા લાગ્યુ હતુ અને તે દુનિયાભરના ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરવા લાગ્યો હતો.
પિંક સિટી જયપુરના SMS સ્ટેડિયમમાં માહોલ ધોની માટે જબરદસ્ત હતો. મેદાનમાં યલો જર્સી વાળા ચાહકોની સંખ્યા ખૂબ મોટી હતી. સ્ટેડિમમાં ખૂબ શોર મચી રહ્યો હતો અને આ બધુ જ જોઈને ધોનીને પોતાની ક્રિકેટ કરિયરને શરુઆત યાદ આવી હતી. ધોનીએ શ્રીલંકા સામે 183 રનની શાનદાર ઈનીંગ રમી હતી. જેમાં તેણે 10 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા.
પોતાના કરિયરની શરુઆતના દિવસોને યાદ કરતા કહ્યુ હતુ કે, જયપુર પોતાના માટે ખાસ છે. ધોનીએ બતાવ્યુ હતુ કે, વિશાખાપટ્ટનમમાં તેણે પોતાની પ્રથમ વનડે સદી નોંધાવતા તેને 10 મેચ વધારે રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ જયપુરમાં તેણે 183 રનની અણનમ ઈનીંગ રમતા વર્ષભર રમવાનુ પોતાનુ સ્થાન નિશ્ચિત બન્યુ હતુ. આમ જયપુરની તેની અણનમ ઈનીંગે તેના કરિયરની શરુઆતને વધારે મજબૂત બનાવી હતી. આ ઈનીંગ 31 ઓક્ટોબર 2005માં ધોનીએ રમી હતી.
આ ઈનીંગ વડે ભારતનો શ્રીલંકા સામે 6 વિકેટથી શાનદાર વિજય થયો હતો. જયપુરની તેની આ ઈનીંગ વનડે કરિયરની તેની આ બીજી સદી હતી. ધોનીની આ સદીને લઈ વિશ્વભરમાં ચર્ચાનુ સ્થાન બન્યો હતો. તેના શોટ્સ પર વાતો થવા લાગી હતી. ધોનીની વિકેટકીપીંગ અને બેટિંગ ખૂબ પ્રભાવિત કરનારી હતી અને દુનિયાભરમાં ચર્ચાનુ કારણ હતુ. ધોની જયપુરની ઈનીંગ બાદ ક્રિકેટનો નવો સ્ટાર ઉભરી આવ્યો હતો. ધોનીએ રાજસ્થાન સામેની મેચ બાદ કહ્યુ હતુ કે, જયપુર તેના દિલની ખૂબ નજીક છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:32 am, Fri, 28 April 23