IPL 2023 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અમદાવાદ, બેંગ્લોર, જયપુર, દિલ્હી કે મુંબઈ જ્યા જ્યાં રમવા માટે પહોંચ્યુ ત્યાં ત્યા યલો દરિયો છવાઈ ગયો હતો. ધોનીના ચાહકો મોટી ભીડના રુપમાં સ્ટેડિયમ અને તેની બહાર ઉભરાયેલા જોવા મળતા હતા. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ધોની અને ચેન્નાઈના ચાહકો ઉમટી પડેલા જોવા મળ્યા હતા. અનેક સ્ટેડિયમમાં તો કોમેન્ટેટર બોલવા માટે મજબૂર બનતા હતા કે, હરીફ ટીમનો હોમ ગ્રાઉન્ડ છે કે, ચેન્નાઈની ટીમનુ એ જ ખ્યાલ નથી આવી રહ્યો. ધોની માટે ખૂબ જ પ્રેમ જોવા મળી રહ્યો છે. આ દરમિયાનમાં મુંબઈમાં એક ફેનનો દિવસ બની ગયો હતો.
ધોની અમદાવાદથી મુંબઈ પહોંચ્યો હતો. પરિવાર સાથે જ તે ફાઈનલ બાદ તુરત જ મુંબઈ પહોંચ્યો હતો અને જ્યાં તેણે કોકીલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીને ઘૂંટણની સમસ્યા સિઝન દરમિયાન હતી અને જેને લઈ તેણે સર્જરી કરાવી હતી.
એક ફેન્સનો મુંબઈના ટ્રાફિક સિગ્નલ પર દિવસ બની ગયો હતો. ધોનીએ ફેન્સની માંગ પર પોતાની દિલદારી ફેન માટે દેખાડી હતી. ફેનની ફરમાઈશ પૂરી થતા તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મુંબઈમાં ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલી એક ચમચમાતી કારમાં બેઠેલો જોવા મળે છે. બાજુમાં જ એક મોપેડ આવીને રોકાઈ જાય છે. બાજુમાં જ ઉભેલી કારમાં ધોનીને જોઈને તે ખુબ જ ખૂશ થઈ જાય છે. ચાહકે તુરત જ એક સેલ્ફી માટે ધોનીને વિનંતી કરી હતી. ધોનીએ પણ તુરત જ પોતાની કારનો કાચ નિચે ઉતારી દીધો હતો.
ધોનીએ કાચને નિચે ઉતારીને ફેનને સેલ્ફી માટે મસ્ત સ્માઈલ આપી હતી. આ સાથે જ સેલ્ફી શાનદાર બની ગઈ હોય એ સ્વાભાવિક છે. ધોનીનો ફેન પણ પોતાના પસંદગીના સ્ટાર ક્રિકેટરની આ રીતે અચાનક મસ્ત સેલ્ફીથી ખુશ થઈ ગયો હતો. તેના ચહેરા પર ધોનીની સ્માઈલ સાથે ચમક આવી જાય છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે.
Published On - 11:30 am, Fri, 2 June 23