MS Dhoni: રાંચીમાં ધોનીની રોયલ સવારી, લાલ રંગની સ્પોર્ટ્સ કારમાં મચાવી ધૂમ, જુઓ Video

|

Jul 31, 2023 | 5:29 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કારનો ઘણો શોખ છે. તેની પાસે એકથી એક શાનદાર કાર છે, ધોની રાંચીની શેરીઓમાં તેના શ્રેષ્ઠ કાર કલેક્શનમાંથી એક કાર ચલાવતો જોવા મળ્યો હતો.

MS Dhoni: રાંચીમાં ધોનીની રોયલ સવારી, લાલ રંગની સ્પોર્ટ્સ કારમાં મચાવી ધૂમ, જુઓ Video
MS Dhoni

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને વાહનોનો ખૂબ જ શોખ છે. તેની પાસે વિવિધ પ્રકારના કાર અને બાઇક છે. હાલમાં જ ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેની સાથે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ અને સુનીલ જોશી પણ હતા. બંને ધોનીના ઘરે ગયા અને ત્યાં તેમના વાહનોનું કલેક્શન જોયું. ધોનીનું આ કલેક્શન કોઈ શોરૂમથી ઓછું નહોતું. ધોની આ કલેક્શનમાંથી એક કાર રાંચી (Ranchi) ની સડકો પર ચલાવતો જોવા મળ્યો હતો.

લાલ રંગની સ્પોર્ટ્સ કારમાં ધોની

ધોની પાસે નવા અને જૂના તમામ પ્રકારના વાહનો છે. તેની પાસે વિન્ટેજ કારનું કલેક્શન પણ છે અને વર્તમાન સમયની શ્રેષ્ઠ લક્ઝરી કાર પણ ધોનીના ગેરેજમાં છે. ધોની રાંચીની સડકો પર વિન્ટેજ કાર ચલાવતો જોવા મળ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

1973ની પોન્ટિયાક ટ્રાસ એમ એસડી-455 કાર

ધોનીનો જે નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ધોની લાલ રંગની કારમાં જોવા મળી રહ્યો છે. તે આ કાર રાંચીના રસ્તાઓ પર જોરદાર રીતે ચલાવી રહ્યો છે. આ વીડિયોમાં ધોની 1973ની પોન્ટિયાક ટ્રાસ એમ એસડી-455 કાર ચલાવતો જોવા મળે છે. આ કારમાં ધોની એકલો છે અને ડ્રાઇવિંગની મજા માણી રહ્યો છે. આના થોડા દિવસો પહેલા ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે વિન્ટેજ 1980 રોલ્સ રોયસ ચલાવતો જોવા મળ્યો હતો.

ધોનીને બાઇકનો પણ શોખ

કાર ઉપરાંત ધોનીને બાઇકનો પણ શોખ છે. ધોની પાસે કાવાસાકી નિન્જા, હાર્લી ડેવિડસન, ડુકાટી જેવી શાનદાર બાઇક્સ છે. જ્યારે કારમાં તેની પાસે હમર, ઓડી, મર્સિડીઝ, કિયા ઈવી6, લેન્ડ રોવર જેવી કાર છે.

આ પણ વાંચો : Breaking news : ભારત-પાકિસ્તાન મેચ 15 ઓક્ટોબરે નહીં રમાઈ! BCCI થોડા કલાકોમાં world cupના નવા શેડ્યૂલની જાહેરાત કરી શકે છે

ધોનીના કરોડો ચાહકો

ધોની આ કાર ચલાવતો વીડિયો તેના એક પ્રશંસકે રેકોર્ડ કર્યો હતો અને હવે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ધોનીની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપી નથી. તે જ્યાં પણ જાય છે તેના ચાહકો હાજર હોય છે. IPLમાં આવું ઘણી વખત જોવા મળ્યું છે. જો તે ચેન્નાઈની બહાર કોઈ અન્ય ટીમના મેદાન પર હોય તો પણ તે ટીમ કરતા ધોનીના વધુ ચાહકો મેદાનમાં હાજર હોય છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article