IPL 2023 ની ફાઈનલ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી હતી. પાંચમી વાર ચેન્નાઈ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન બન્યુ છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચ બાદ ધોની તુરત જ મુંબઈ પહોંચ્યો હતો અને પોતાના ઘૂંટણની સમસ્યાને લઈ તેણે સર્જરી કરાવી હતી. મુંબઈના કોકીલાબેન હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ ધોનીને રજા આપી દેવામાં આવી છે. ધોનીને જોકે સંપૂર્ણ રીતે ઘૂંટણથી રાહત થતા બે મહિનાનો સમય લાગશે.
ધોની આઈપીએલની સિઝન દરમિયાન ઘૂંટણની સમસ્યાથી પરેશાન જોવા મળતો હતો. મેદાનમાં તે ઘૂંટણની પીડામાં નજર આવી રહ્યો હતો. આવી સ્થિતીમાં તે મેદાન પર રહ્યો અને ટીમને ચેમ્પિયન બનાવવા સુધીની સફરની આગેવાની કરી રહ્યો હતો. ધોની ફાઈનલ મેચ જીતીને પરિવાર સાથે જ સીધો મુંબઈ પહોંચ્યો હતો. જ્યાં તેના ઘૂંટણનો સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.
મીડિયા રીપોર્ટ્સ મુજબ ગઈ સાંજે ધોનીને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. ધોનીએ મુંબઈની કોકલીબેન અંબાણી હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવી હતીય જ્યાં ડો. દિનશા પારડીવાલાએ તેમનુ ઓપનરેશન કર્યુ હતુ. ડો. પારડીવાલાએ અગાઉ ઋષભ પંતને અકસ્માતમાં લીગામેન્ટની થયેલી ઈજાને લઈ સર્જરી કરી હતી.
A memorable farewell for a memorable career 👏🏻👏🏻
Ambati Rayudu shares his emotions of winning the #TATAIPL 2023 #Final with Devon Conway 👌🏻👌🏻 – By @ameyatilak #CSKvGT | @RayuduAmbati pic.twitter.com/8ZPtPCpYEw
— IndianPremierLeague (@IPL) May 30, 2023
ધોનીને સર્જરી બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને વાત કરી હતી. વિશ્વાનાથને ખુલાસો કર્યો હતો કે, તેઓએ સર્જરી બાદ ગઈકાલ સવારે ધોની સાથે વાત કરી હતી. ધોની સંપૂર્ણ રીતે ઠીક હોવાનુ લાગ્યુ હતુ.
Always our driving force pushing us forward!🦁#ThalaThalaDhan #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/0cvYYzmwJs
— Chennai Super Kings (@ChennaiIPL) May 31, 2023
ધોની ફાઈનલ મેચ રમ્યા બાદ તુરત જ તે મુંબઈ પહોંચીને હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. જ્યાં શરુઆતમાં તેના ઘૂંટણના વિવિધ રિપોર્ટ્સ થયાના અને બાદમાં સર્જરીને લઈ સમાચાર આવ્યા હતા. ધોનીની સર્જરી બાદ હવે સવાલ એ છે કે, તે કેટલો સમયમાં ફિટ થઈ શકે છે. ધોનીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં 2 મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યાર બાદ ધોની ફરી દોડતો નજર આવશે.
Dandelions and Daddy Lion! 🦁💛#WhistlePodu #Yellove
📸 : @SaakshiSRawat pic.twitter.com/Ygs8D4gmqe— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023
ધોની આગામી સિઝનમાં મેદાનમાં જોવા મળશે કે કેમ એ અંગે અત્યારથી જ સવાલો થવા લાગ્યા છે. ધોની જલદી ફિટ થઈ જાય અને તેની ફિટનેશ જળવાઈ રહે એવી ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. જેથી હજુ વધુ એક સિઝનમાં તે એક્શનમાં જોવા મળી શકે. જોકે ચાહકોની આશા કેટલી ફળે છે એ જોવા માટે આગામી સિઝન સુધી રાહ જોવી પડશે.
Published On - 7:49 am, Fri, 2 June 23