IPL 2023 Final: પત્નિ સાથે ખૂણા વાળી સીટમાં શુ કરી રહ્યો હતો દીપક ચહર? ધોનીની નજર પડતા ફોન સામે ધરી દીધો!

CSK vs GT, IPL 2023 Final: ચેન્નાઈ સુપર કિંગ્સે એક વિડીયો મહેન્દ્રસિંહ ધોની, દીપક ચહર અને તેની પત્નિ જયાનો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ધોની દીપક અને તેની પત્નિને એકલા ખૂણામાં બેઠેલા જોઈને મુસ્કરાતો જોવા મળી રહ્યો છે.

IPL 2023 Final: પત્નિ સાથે ખૂણા વાળી સીટમાં શુ કરી રહ્યો હતો દીપક ચહર? ધોનીની નજર પડતા ફોન સામે ધરી દીધો!
Deepak Chahar with wife Jaya Chahar Video
| Edited By: | Updated on: May 27, 2023 | 5:22 PM

IPL 2023 Final રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી છે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે એક વિડીયો શેર કર્યો છે. ચેન્નાઈની ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીનો આ વિડીયો ટીમમાં માહોલ કેવો ફાઈનલ પહેલા કેવો છે એ બતાવે છે. ટીમના મહત્વના ખેલાડી દીપક ચહર તેની પત્નિ જયા સાથે ખૂણાની બે સીટમાં બેઠેલો હોવાનો આ વિડીયોમાં ધોની તેમને જોઈને મુસ્કરાઈ રહ્યો છે. આ વિડીયો ચેન્નાઈએ શેર કર્યો છે અને તેને ચાહકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

દીપક ચહર તેની પત્નિ જયાને પોતાના મોબાઈલ ફોનમાં કંઈક બતાવી રહ્યો હતો અને ધોનીની નજર તેમની પર પડી હતી. ધોની આ કપલને જોઈ રહ્યો હતો. આ દરમિયાન પતિના મોબાઈલમાં જોઈ રહેલી જયાની નજર અચાનક જ ધોની પર પડી હતી. ચહર પણ ત્રાંસી નજરે ધોનીને જોઈને માહોલ પામી જઈ તે ધોની સામે મોબાઈલ વડે રિએક્શન આપવા લાગ્યો હતો. જેને લઈ જોઈ ધોની વધારે હસી પડ્યો હતો.

ધોનીની મુસ્કાન, ચાહકો થયા ફિદા

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહની નજર પોતાની પર હોવાને લઈ દીપક ચહર પોતાના હાથમાં રહેલ ફોન લઈને વિડીયો ઉતારતો હોય એમ સામે ફોન સામે ધરવા લાગ્યો હતો. આ દરમિયાન ચહર હેલો બોલીને વિડીયો બનાવવા લાગ્યો હતો. ધોની પણ તેની સામે જોઈને મુસ્કરાઈ રહ્યો હતો. આ બધુ જ વિમાનમાં બની રહ્યુ હતુ. વિમાનમાં સીટનો ટેકો લઈને ઊભેલો ધોની જે રીતે હસી રહ્યો છે એ જોઈને ચાહકો પણ તેની મુસ્કાન પર ફિદા થઈ ચૂક્યા છે. આ વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

 

રવિવારે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાનારી છે. ગત સોમવારે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર 1 મેચમાં જીત મેળવીને ફાઈનલમાં ધોની સેના પહોંચી હતી. હવે રવિવારે આઈપીએલમાં ધોની પોતાની ટીમને પાંચમી વાર ચેમ્પિયન બનાવવાનો ઈરાદો રાખશે.

 

આ પણ વાંચોઃ  IPL 2023 Final : રવિવારે વરસાદ વરસવાની સ્થિતીમાં ફાઈનલ માટે શુ છે નિયમ? કેવી રીતે સામે આવશે ચેમ્પિયન માટે મેચનુ પરિણામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:16 pm, Sat, 27 May 23