MS Dhoni angry moments : ક્રિકેટ મેદાનમાં કુલ રહેનાર એમએસ ધોની મેદાનમાં એગ્રી મેન તરીકે પણ જોવા મળી ચૂક્યા છે. ચાલો આજે આપણે એ મોમેન્ટ વિશે જાણીએ કે, ધોનીના ગુસ્સાનો શિકાર ખેલાડીથી લઈ અમ્પાય બન્યા હતા.IPL-12ની 25મી મેચમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni ) અને અમ્પાયરો વચ્ચે ઝઘડો થયો હતો. આ મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. આ મેચની છેલ્લી ઓવરમાં વિવાદ થયો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી બેન સ્ટોક્સ બોલિંગ કરી રહ્યો હતો.
ક્રિકેટના બાદશાહ મહેન્દ્ર સિંહ ધોની એટલે કે માહીનો આજે 42મો જન્મદિવસ છે. જો કે, માહીએ ઘણા સમય પહેલા ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ તે પછી તે આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમે છે. મેચની છેલ્લી ઓવરમાં, અમ્પાયર ઉલ્હાસ ગંધેએ શરૂઆતમાં નો-બોલનો સંકેત આપવા માટે પોતાનો હાથ ઊંચો કર્યો હતો, પરંતુ લેગ અમ્પાયર બ્રુસ ઓક્સેનફોર્ડને બોલને તેની કમરથી ઉપર રહેવાનો સંકેત ન મળતાં તેણે નો-બોલનો નિર્ણય બદલી નાંખ્યો હતો. આ પછી ગંધેએ નો-બોલ આપ્યો ન હતો.
આ જોઈને ડગઆઉટમાં બેઠેલો ધોની ગુસ્સે થઈ ગયો. આ પછી ધોની મેદાનમાં આવ્યો અને અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો. અમ્પાયર સાથે દલીલ કરવા બદલ ધોનીને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઘટના 2006માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન બની હતી જ્યારે એમએસ ધોની વચ્ચે ફ્લિન્ટોફનો સામનો કરી રહ્યો હતો. ફ્લિન્ટોફના એક બાઉન્સરથી ધોની હેલ્મેટ પર વાગ્યો હતો. તેમ છતાં, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, ધોનીએ પીચ પર કોઈ લાગણીઓ દર્શાવી ન હતી પરંતુ તેના પછીના જ બોલ પર તેના બેટથી જવાબ આપ્યો અને બાઉન્ડ્રી ફટકારી.
આપણે આઈપીએલ 2023ની જ વાત કરીએ તો આ વખતે પણ અનેક વખત ધોની ગુસ્સામાં જોવા મળ્યો હતો. IPL 2019 ની 18મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી હતી. CSKએ પ્રથમ દાવમાં 160 રન બનાવ્યા હતા.
બીજા દાવમાં, છેલ્લા 12 બોલમાં 39 રનની જરૂર હતી. આ પછી દીપક ચહર બોલિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાનો પહેલો બોલ નો બોલ નાખ્યો અને બેટ્સમેને ચોગ્ગો ફટકાર્યો. આ પછી તેણે બીજો નો બોલ ફેંક્યો. આ નબળી બોલિંગથી ધોની ગુસ્સે થઈ ગયો હતો અને તેણે મિડલ ગ્રાઉન્ડમાં દીપકને ઠપકો આપ્યો હતો.
Papam bayapadadu Chahar gadu 😂 Dhoni 👌👌#CSKvKXIP #IPL2019 pic.twitter.com/hbjHreM3Ln
— Gabbar Sher 🦁 (@pavanpuli1234) April 7, 2019
આ પણ વાંચો : Happy Birthday M S Dhoni: કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ એક બાદ એક 14 ગોળી ફાયર કરી, Video જોવાનું ચુકતા નહી
દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. પણ આ મેચ દરમિયાન ધોની સાથેની વાતચીત દરમિયાન જાડેજા ખુશ નહીં હતો. તે દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અને લોકો અટકળો લગાવી રહ્યા હતા કે બંન્ને વચ્ચે ઝગડો થયો છે.