રોહિત શર્માએ ફાઈનલ મેચની ઈનીંગ વડે વિશ્વકપમાં રચ્યો વિક્રમ,આ મામલે દુનિયાનો પ્રથમ કેપ્ટન

|

Nov 19, 2023 | 4:06 PM

ભારતીય ટીમે ટોસ હારીને અમદાવાદમાં રમાઈ રહેલ વિશ્વકપ ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરી છે. ટીમ ઈન્ડિયાના સુકાની અને ઓપનર બેટર રોહિત શર્માએ વધુ એકવાર હિટમેન સ્ટાઈલમાં રમતની શરુઆત કરી હતી. જોકે રોહિત શર્માં ફરી એકવાર અર્ધશતક નોંધાવતા ચુકી ગયો છે.જોકે તેણે ફાઈનલ મેચમાં આ ઈનીંગ રમવા સાથે જ તેણે પોતાના નામે એક વિક્રમ નોંધાવી દીધો છે.

રોહિત શર્માએ ફાઈનલ મેચની ઈનીંગ વડે વિશ્વકપમાં રચ્યો વિક્રમ,આ મામલે દુનિયાનો પ્રથમ કેપ્ટન
વિશ્વ કપમાં રચ્યો વિક્રમ

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ચેમ્પિયન બનવા માટેનો જંગ ખેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમના સુકાનીએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમને ઝડપી શરુઆત અપાવવાના મૂડ સાથે રોહિત શર્માએ બેટિંગ કરી હતી. જોકે હિટમેન અડધી સદી નોંધાવવાનુ ફરી એકવાર ચુકી ગયો હતો. આમ છતાં તેની આ ઈનીંગે એક વિક્રમ રોહિત શર્માના નામે નોંધાવી દીધો છે.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં કરિયર બનાવવા શું કરવું પડે, નેશનલ ટીમમાં કેવી રીતે થાય સિલેક્શન? જાણો

રોહિત શર્મા કેપ્ટન તરીકે કમાલનુ પ્રદર્શન વિશ્વકપમાં નોંધાવતો નજર આવ્યો છે. વિશ્વકપમાં રોહિત શર્માએ રન પણ ખૂબ પોતાના બેટથી નિકાળ્યા છે. રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ પણ આ દરમિયાન જબરદસ્ત રહ્યો છે. રોહિત શર્માએ અમદાવાદમાં ફાઈનલ મેચમાં ઓપનર તરીકે 47 રન નોંધાવ્યા હતા અને તે એક જબરદસ્ત કેચ પર વિકેટ ગુમાવી બેઠો હતો.

કેપ્ટન રોહિત શર્માના નામે રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ વિશ્વકપ 2023માં કરી છે. ભારતીય ટીમને માટે મજબૂત સ્કોર ખડકવા માટે તેણે સારી શરુઆત અપાવી છે. રોહિત શર્મા હિટમેન સ્ટાઈલ સાથે જ રમત રમતો મોટેભાગે નજર આવ્યો છે. તેની રમતને લઈ સ્ટેડિયમમાં માહોલ પણ જબરદસ્ત બની જતો અને શોર મચાવતા પ્રેક્ષકોને જોઈ હરીફ ટીમના બોલર્સ પર જાણે દબાણ સર્જાતુ હતુ. અમદાવાદમાં રમાઈ રહેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમના સુકાનીએ 47 રનની ઈનીંગ રમી હતી, જે માત્ર 3 રનના અંતરથી ફરી એકવાર અડધી સદી ચુકી ગયો છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

સુકાની રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચમાં ઈનીંગ વડે એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. એક વિશ્વકપમાં સૌથી વધારે રન કેપ્ટન તરીકે નોંધાવનાર બેટર તરીકે રોહિત શર્માનુ નામ નોંધાયુ છે. આ પહેલા આ રેકોર્ડ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનના નામે હતો. જે રેકોર્ડ વિલિયમસને 2019ના વિશ્વકપમાં નોંધાવ્યો હતો.

કિવી ટીમના કેપ્ટન તરીકે વર્ષ 2019 ના વિશ્વકપમાં મેદાને ઉતરતા 11 મેચ રમીને 578 રન નોંધાવ્યા હતા.આ રેકોર્ડને રોહિત શર્માએ હવે પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્માએ 597 રન વિશ્વકપ 2023માં નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માએ ઓપનીંગ બેટિંગ કરતા 3 છગ્ગા શાનદાર જમાવ્યા હતા. જ્યારે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ 31 બોલમાં જ તેમે 47 રન નોંધાવ્યા હતા. જોકે ત્રણ રન વધુ રોહિતના બેટથી નિકળ્યા હોત તો વિશ્વકપમાં કોઈ બેટર તરીકે કેપ્ટનના બેટથી 600નો આંકડો પ્રથમ વાર સ્પર્શી શકાયો હોત.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:05 pm, Sun, 19 November 23

Next Article