મોઇન અલી રવિવારે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને તેના જન્મદિવસ પર જ તેને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેને માત્ર લાખોનું નુકસાન જ નહીં પરંતુ તેના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો હતો. ICCએ પણ તેને આ સજા તે મેચમાં આપી હતી જેમાં તે 2 વર્ષ બાદ નિવૃત્તિમાંથી પાછો આવ્યો હતો. ઇંગ્લિશ ઓલરાઉન્ડર મોઈન એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો.
આ મેચમાં તે ICCની આચાર સંહિતાના ઉલ્લંઘનનો દોષી સાબિત થયો હતો. તેને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેની એક ટેસ્ટ મેચની ફી 15 લાખ રૂપિયાની નજીક છે અને 25 ટકા દંડ એટલે કે તેને 3.75 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. ICCના નિવેદન અનુસાર, મોઈનને કલમ 2.20નો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. હકીકતમાં, પ્રથમ ટેસ્ટના બીજા દિવસની સમાપ્તિની 5 ઓવર પહેલા, મોઇન તેના હાથ પર સ્પ્રે કરતો જોવા મળ્યો હતો.
🚨 JUST IN: Moeen Ali found guilty of breaching ICC Code of Conduct!
More 👇https://t.co/iau6ufFNhx
— ICC (@ICC) June 18, 2023
મોઈન લાંબા સમયથી લાલ બોલથી બોલિંગ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, જ્યારે તે લાંબા સમય પછી લાલ બોલથી બોલિંગ કરી, ત્યારે તેની આંગળીઓ સૂજી ગઈ હતી કારણ કે લાલ બોલની સીમ ઉંચી હોય છે. જેના કારણે તેને પોતાની આંગળીઓ પર સ્પ્રે કરવાની જરૂર પડી, પરંતુ તેણે આવું કરતા પહેલા અમ્પાયર સાથે વાત કરી ન હતી.
36 વર્ષીય મોઈન અલીએ આ પહેલા સપ્ટેમ્બર 2021માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ પછી તેણે નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ સ્પિનર જેક લીચની ઈજાને કારણે મોઈન એશિઝ માટે નિવૃત્તિમાંથી પાછો ફર્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 2 વિકેટ ઝડપી હતી.
Magic Mo 💫
🥳 We doff our cap to Moeen Ali who celebrates his birthday today.#LoveLords pic.twitter.com/9nld94VHjh
— Lord’s Cricket Ground (@HomeOfCricket) June 18, 2023
આ વર્ષે માર્ચમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ આ જ કારણસર મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે આંગળી પર ક્રીમનો ઉપયોગ કર્યો હતો. તેણે મેદાન પરના અમ્પાયરને પણ આ અંગે જાણ કરી ન હતી.