Video : એન્થમ સોન્ગ બાદ WPL 2023ના માસ્કોટ ‘શક્તિ’નું થયું અનાવરણ, બીસીસીઆઈ સચિવ જય શાહે શેર કર્યો વીડિયો

વીમેન્સ ક્રિકેટ પ્રીમિયર લીગની આ પ્રથમ સિઝન હશે. તેના માટે હાલમાં જ એન્થમ સોન્ગ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્થમ સોન્ગ બાદ હવે વીમેન્સ ક્રિકેટ પ્રીમિયર લીગના માસ્કોટનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા તેનો વીડિયો શેયર કરવામાં આવ્યો છે. 

Video : એન્થમ સોન્ગ બાદ WPL 2023ના માસ્કોટ શક્તિનું થયું અનાવરણ, બીસીસીઆઈ સચિવ જય શાહે શેર કર્યો વીડિયો
Mascot Shakti
| Edited By: | Updated on: Mar 03, 2023 | 9:48 AM

આવતી કાલે 4 માર્ચથી દુનિયાની સૌથી મોટી વીમેન્સ ક્રિકેટ પ્રીમિયર લીગની શરુઆત થવા જઈ રહી છે. વીમેન્સ પ્રીમિયર લીગને લઈને મહિલા ક્રિકેટ ટીમ સહિત ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીમેન્સ ક્રિકેટ પ્રીમિયર લીગની આ પ્રથમ સિઝન હશે. તેના માટે હાલમાં જ એન્થમ સોન્ગ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્થમ સોન્ગ બાદ હવે વીમેન્સ ક્રિકેટ પ્રીમિયર લીગના માસ્કોટનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા તેનો વીડિયો શેયર કરવામાં આવ્યો છે.

વીમેન્સ પ્રીમિયર લીગની માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા સિઝનમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

 

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

ઓપનિંગ સેરેમનીમાં દેખાશે આ સ્ટાર્સ

 

વિમેન્સ પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ટ્વિટર પર આ જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ સાંજે 5:30 વાગ્યાથી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાશે, જેમાં કિયારા અડવાણી અને કૃતિ સેનન પરફોર્મ કરશે. આ બંનેની સાથે જ પોપ્યુલર સિંગર એપી ઢિલ્લોન પણ પરફોર્મ કરવાનો છે.