IPL 2023: લખનૌ સુપર જાયન્ટસને મોટો ઝટકો, રૂ. 7.50 કરોડની કિંમતનો ફાસ્ટ બોલર થઈ શકે છે બહાર

|

Apr 25, 2023 | 7:29 PM

Mark Wood IPL 2023 માં લખનૌ સુપર જાયન્ટસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે પણ હવે તેની સ્થિતિ આઇપીએલમાં સુરક્ષિત નથી. હવે જે મેચ રમાવાની છે તે ટીમ માટે મહત્વપૂર્ણ છે, જોકે આ પહેલા જ માર્ક વૂડ ટીમનો સાથ છોડીને જઇ રહ્યો છે.

IPL 2023: લખનૌ સુપર જાયન્ટસને મોટો ઝટકો, રૂ. 7.50 કરોડની કિંમતનો ફાસ્ટ બોલર થઈ શકે છે બહાર
Mark Wood to likely miss final stages of IPL 2023

Follow us on

આઇપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી લખનૌ સુપર જાયન્ટસને મોટો ઝટકો લાગ્યો છે. માહિતી સામે આવી છે કે આ સીઝનમાં ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર માર્ક વુડ અંતિમ થોડી મેચ નહીં રમી શકે. તે ઈંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે. વુડ પિતા બનવા જઇ રહ્યો છે અને તે બાળકના જન્મ માટે પત્ની સાથે હાજર રહેવા માગે છે. લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલ તેના ટીમના ખેલાડી માટે ઘણા ખુશ હશે પણ આ વાત તેના માટે કેપ્ટન તરીકે ચિંતાનો વિષય છે.

માર્ક વુડ આઈપીએલ 2023માં લખનૌ સુપર જાયન્ટસનૌ સૌથી સફળ બોલર રહ્યો છે. જમણા હાથના આ ફાસ્ટ બોલરે 4 મેચમાં 11 વિકેટ ઝડપી છે. આગળ ચાલતા આ સીઝનમાં જો માર્ક વુડ જ ટીમ માટે નહીં રમે તો આ વાત લખનૌ સુપર જાયન્ટસ માટે એક મોટો ઝટકો હશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

માર્ક વુડ લખનૌ માટે એક મહત્વપૂર્ણ ખેલાડી

આઇપીએલ 2023 ના પોઇન્ટ ટેબલમાં લખનૌની સ્થિતિ મજબૂત તો છે પણ તેણે હજુ આઇપીએલ પ્લેઓફની રેસમાં જીત મેળવી નથી. 7 મેચમાંથી તેને 4 મેચમાં જીત મેળવી છે. જેનો અર્થ છે કે ટીમને બાકી રહેલી 7 મેચમાંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે. અને આગળની મેચમાં જો માર્ક વુડ જ ટીમ માટે નહીં રમે તો લખનૌનું બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું પડી જશે.

લખનૌ પાસે વુડનો વિકલ્પ છે

માર્ક વુડે બીમારીના કારણે તેની છેલ્લી બે મેચ રમી નથી અને તેની ગેરહાજરીમાં અફઘાનિસ્તાનના સીમર નવીન ઉલ હકે શાનદાર પ્રદર્શન કર્યું છે. પણ તે માર્ક વુડની જેમ વિકેટ ટેકર તો નથી. માર્ક વુડે આ સીઝનની પ્રથમ મેચમાં જ દિલ્હી સામે પાંચ વિકેટ લઇને સનસની મચાવી દીધી હતી. તેની સ્પીડ નો કોઇ તોડ જ નથી. હવે આગળ લખનૌ ટીમની રણનીતિ શું રહે છે તે જોવાનું રહે છે.

આ પણ વાંચો: IPL 2023: જીતના જોશમાં મેદાન પર કરી મોટી ભૂલ, Virat Kohli એ ભરવો પડશે 24 લાખનો દંડ

લખનૌ તેની આગામી મેચ 28 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ સામે રમવાની છે. શક્ય છે કે આ મેચ માર્ક વુડની આ સીઝનની અંતિમ મેચ હાઇ શકે છે. પણ આ મેચ બાદ લખનૌની ટીમે ચેન્નઇ અને બેંગલોર જેવી મજબૂત ટીમ સાથે મુકાબલો કરવાનો છે, જેમાં વુડનું રહેવું કઠિન નજર આવી રહ્યું છે. માર્ક વુડ ઇંગ્લેન્ડ પરત ફરશે તો તેનું આઇપીએલમાં પરત ફરવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે કેપ્ટન કેએલ રાહુલ માટે આ સારા સમાચાર નથી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article