ડેવિડ વોર્નર અને કાગિસો રબાડા સહિત ઘણા ખેલાડીઓ IPLની કેટલીક મેચ રમી નહીં શકે

ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે અને સાઉથ આફ્રિકા ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ રમશે.

ડેવિડ વોર્નર અને કાગિસો રબાડા સહિત ઘણા ખેલાડીઓ IPLની કેટલીક મેચ રમી નહીં શકે
David Warner and Kagiso Rabada in IPL
| Edited By: | Updated on: Feb 14, 2022 | 8:58 PM

આઈપીએલ 2022 નું મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પુરૂ થઇ ગયું છે. હરાજીમાં ઘણા ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓએ દિલ ખોલીને ખર્ચો કર્યો છે. ઘણા મુખ્ય ભારતીય અને વિદેશી ખેલાડીઓને હવે નવી ટીમો મળી છે. જોકે કેટલાક વિદેશી ખેલાડીઓ છે જે આઈપીએલની શરૂઆતની મેચ નહીં રમી શકે. જેમાં દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયેલા ડેવિડ વોર્નર (David Warner), કોલકાતા ટીમના પેટ કમિન્સ અને પંજાબ કિંગ્સના કાગિસો રબાડા (Kagiso Rabada) છે.

ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન પ્રવાસ
ઈએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ 10 દિવસથી લઇને બે સપ્તાહ સુધી આઈપીએલમાંથી બહાર રહી શકે છે. પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓ 5 એપ્રિલ સુધી પાકિસ્તાનના પ્રવાસે હશે. તો સાઉથ આફ્રિકાની ટીમના સ્ટાર ખેલાડી કાગિસો રબાડા, એનરિક નોર્ટજે અને માર્કો યાનસેન પણ 11 એપ્રિલ સુધી બાંગ્લાદેશ સામે હોમ સીરિઝમાં વ્યસ્ત રહેશે. આઈપીએલ 2022 ની શરૂઆત 27 માર્ચથી થવાની સંભાવના રહેલી છે અને મે મહિનાના અંતિમ સપ્તાહમાં પુરી થઇ શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન ઓફ સિલેક્ટર્સ જોર્જ બેલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા જ્યારે પોતાની મેચ રમી રહી હશે ત્યારે આઈપીએલ માટે ખેલાડીઓને રીલિઝ નહીં કરી શકે. ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન ખાતેનો પ્રવાસ 5 એપ્રિલના રોજ પુરો થશે અને એવામાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલની ઘણી મેચ ચુકી જશે.

સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ રમશે
સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ઇશારો કર્યો છે કે તે બાંગ્લાદેશ સામેની સ્થાનિક સીરિઝ બાદ જ ખેલાડીઓને આઈપીએલમાં રમવા માટે પરવાનગી આપશે. ટીમના સુકાની ડીન એલ્ગરે કહ્યું કે જો હરાજીમાં એક પણ ખેલાડી માટે મોટી બોલી લાગી પણ હોત તો પણ તે ખેલાડીએ પહેલા ટીમ માટે રમવું પડશે. એલ્ગરના મત પ્રમાણે પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમવું એ પોતાના માટે સૌથી પહેલી પ્રાથમિકતા હોવા જોઇએ. તમને જણાવી દઇએ કે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝનું આયોજન 30 માર્ચથી 11 એપ્રિલ સુધી હોઇ શકે છે.

આ પણ વાંચો : સ્ટીવ સ્મિથે માથા પર થયેલી ગંભીર ઇજાને લઇને આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં રિષભ પંતની ઓપનિંગને લઇને બેટિંગ કોચે આપ્યું નિવેદન