VIDEO : મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 માટે પ્રેક્ટિસ શરૂ કરી, નેટમાં પરસેવો પાડ્યો, જુઓ વાયરલ વીડિયો

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના વર્તમાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર નેટમાં બેટિંગ કરતા જોવા મળ્યો છે. તે આઈપીએલની તૈયારી કરી રહ્યો છે.

VIDEO : મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 માટે પ્રેક્ટિસ શરૂ કરી, નેટમાં પરસેવો પાડ્યો, જુઓ વાયરલ વીડિયો
મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 માટે પ્રેક્ટિસ શરૂ કરી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 20, 2023 | 1:02 PM

લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની છેલ્લે વર્ષ 2019માં ભારત માટે મેચ રમ્યો હતો. જો કે તે હજુ પણ IPL રમી રહ્યો છે. વર્ષ 2023માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. ફેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એમએસ ધોની IPL 2023ની તૈયારી કરતો જોવા મળે છે.

 

આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની નેટ્સ પર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વખત ખેતાબ જીતાડ્યો

આઈપીએલની વાત કરીએ તો તે પોતાની આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વખત જીતાડી ચૂક્યો છે. તેમણે 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેના સ્થાને ફેન્ચાઈઝીએ દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો પરંતુ 8 મેચ બાદ જાડેજાએ કેપ્ટનશીપમાં ખરાબ પ્રદર્શન કર્યું જેના કારણે ફરી મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશીપ આપવામાં આવી હતી.

 

 

મહેન્દ્ર સિંહ ધોની  સીએસકે ની કેપ્ટનશીપ કરશે

તમને જણાવી દઈએ કે, ઘોની વર્ષે 2019 બાદ પોતાના ઘર આંગણે રમ્યો નથી. કારણ કે, 2 વર્ષ કોરોના મહામારીના કારણે આઈપીએલનું આયોજન ભારતથી બહાર કરવામાં આવ્યું હતુ. આઈપીએલ 2023માં મહેન્દ્ર સિંહ ધોની જ સીએસકે ની કેપ્ટનશીપ કરશે. સીએસકે આ વર્ષે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને તેનું છેલ્લું ટાઈટલ જીત્યું

એમએસ ધોનીનું બેટ IPLની છેલ્લી ત્રણ સીઝનથી શાંત છે. તેણે IPL 2020ની 14 મેચમાં 200 રન બનાવ્યા. આ પછી, 2021 માં, તેણે 16 મેચમાં 114 રન બનાવ્યા અને 15મી સિઝનમાં, તેણે તેના બેટથી 14 મેચમાં 232 રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2022માં ચેન્નાઈની ટીમ નવમા સ્થાને હતી. ધોનીના નેતૃત્વમાં CSK એ 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને તેનું છેલ્લું ટાઈટલ જીત્યું હતું.

ધોનીની સાથે IPL 2023 પણ તેના ચાહકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે માનવામાં આવી રહ્યું છે કે ધોનીના આઈપીએલ કરિયરની આ છેલ્લી સિઝન હોઈ શકે છે. 16મી સિઝન આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહ અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે.