Mahela Jayawardena ની ડ્રીમ T20 XI ટીમમાં માત્ર એક ભારતીય ખેલાડી, ક્રિસ ગેલ માટે કહી આ મોટી વાત

|

May 04, 2022 | 11:19 AM

Dream T20 XI: મહેલા જયવર્ધનેએ (Mahela Jayawardena) પોતાની ડ્રીમ ટી20 XI માં ઓપનર કરીકે જોસ બટલર અને ક્રિસ ગેલનો સમાવેશ કર્યો છે. જ્યારે પાકિસ્તાનના શાહિન આફ્રિદીનો પણ સમાવેશ કર્યો છે.

Mahela Jayawardena ની ડ્રીમ T20 XI ટીમમાં માત્ર એક ભારતીય ખેલાડી, ક્રિસ ગેલ માટે કહી આ મોટી વાત
Mahela Jayawardena (PC: IPLt20.com)

Follow us on

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના કોચ મહેલા જયવર્દનેએ પોતાની ડ્રીમ T20 XI પસંદ કરી છે. આ ટીમમાં સ્થાન મેળવનાર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એકમાત્ર ભારતીય ખેલાડી છે. પોતાની ટીમ વિશે માહેલા જયવર્ધને (Mahela Jayawardena) એ કહ્યું કે કોઈપણ ટીમને વિકેટ લેનારા બોલરોની જરૂર હોય છે. આ મામલામાં જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ વિકલ્પ છે. વિકેટ લેવા ઉપરાંત બુમરાહ છેલ્લી ઓવરમાં રન રોકવા માટે પણ ખૂબ અસરકારક બોલર છે. તો અન્ય ખેલાડીઓમાં રાશિદ ખાન, શાહીન આફ્રિદી, જોસ બટલર અને મોહમ્મદ રિઝવાન પણ આ યાદીમાં સામેલ છે.

બુમરાહ ટી20નો સૌથી સક્ષમ બોલર: માહેલા

મહેલા જયવર્દનેએ કહ્યું કે હું હંમેશા જસપ્રિત બુમરાહને એક એવો બોલર માનું છું જે મેચની કોઈપણ ઓવરમાં વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે તમે બોલિંગમાં વધુ સારુ ફિનિશ ઈચ્છો છો તો તમારે જસપ્રિત બુમરાહ જેવા બોલરની જરૂર છે. વર્તમાન IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના જોસ બટલર પાસે ઓરેન્જ કેપ છે. બટલરે આ સિઝનમાં અત્યાર સુધી 3 સદી ફટકારી છે. મહેલા જયવર્ધનેએ બટલર વિશે કહ્યું કે હું જોસ બટલર સાથે મારી ટીમની શરૂઆત કરવા માંગુ છું. કારણ કે તે ખૂબ જ આક્રમક બેટ્સમેન છે અને સ્પિનની સાથે-સાથે પેસ બોલરો સામે પણ રમે છે. વર્તમાન IPL સિવાય બટલરે છેલ્લા T20 વર્લ્ડ કપમાં પણ સારો દેખાવ કર્યો હતો. તે જ સમયે તેણે કહ્યું કે બટલરે UAE માં પણ રન બનાવ્યા હતા. મહત્વનું છે કે UAE માં રન બનાવવાનું સરળ ન હતું.

જોસ બટલર અને ક્રિસ ગેલ ઓપનર રહેશે

આ સાથે જ જયવર્દનેએ કહ્યું કે, મારો ઓપનર જોસ બટલરની સાથે ક્રિસ ગેલ હશે. જોકે તેણે કહ્યું કે મને 30 વર્ષનો ક્રિસ ગેલ ગમશે. ક્રિસ ગેલ અને જોસ બટલરને એકસાથે જોવાનો અદ્ભુત અનુભવ હશે. ક્રિસ ગેઈલ છગ્ગા અને ચોગ્ગા વડે રન બનાવશે તો બટલર પણ વિકેટની વચ્ચે ઝડપી રન બનાવી શકશે. તેણે કહ્યું કે વર્ષ 2007 માં જ્યારે પહેલો T20 વર્લ્ડ કપ યોજાયો હતો ત્યારે ગેલ શાનદાર રમી રહ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. એ સદી ખાસ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પાક.ના શાહીન આફ્રિદીને પણ પોતાની ટીમમાં સ્થાન આપ્યું

તાજેતરમાં જ સર ગારફિલ્ડ એવોર્ડથી સન્માનિત પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને પણ મહેલાએ પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. તેણે કહ્યું કે શાહીનનો છેલ્લો T20 વર્લ્ડ કપ પણ શાનદાર હતો. તેણે એમ પણ કહ્યું કે શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવા સિવાય શાહીન પછીની ઓવરોમાં પણ સારી બોલિંગ કરી શકે છે.

Next Article