29 વર્ષીય મહાઆર્યમન સિંધિયા MPCAનો પ્રમુખ બન્યો, દાદા અને પિતા પણ રહી ચૂક્યા છે આ પદ પર

મહાઆર્યમન સિંધિયા પરિવારની ત્રીજી પેઢી છે, જે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનની કમાન સંભાળશે. તેમના દાદા માધવરાવ સિંધિયા અને પિતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ લાંબા સમયથી MPCAના પ્રમુખ રહી ચૂક્યા છે.

29 વર્ષીય મહાઆર્યમન સિંધિયા MPCAનો પ્રમુખ બન્યો, દાદા અને પિતા પણ રહી ચૂક્યા છે આ પદ પર
| Updated on: Sep 04, 2025 | 11:53 AM

કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો દીકરો મહાન આર્યમન મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ બન્યો છે. આજે MPCAની એનુઅલ જનરલ મીટિંગમાં તેમણે અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.મહાઆર્યમન સામે કોઈએ નામાંકન ભર્યું ન હતુ. MPCAની કમાન સંભાળનાર સિંધિયા પરિવારની આ ત્રીજી પેઢી છે.

ખૂબ જ ભાવનાત્મક અને ગર્વની ક્ષણ

મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના નવા ચૂંટાયેલા પ્રમુખ બનવા પર મહાઆર્યમન સિંધિયા કહે છે, “મારા માટે આ ખૂબ જ ભાવનાત્મક અને ગર્વની ક્ષણ છે. ફક્ત એટલા માટે નહીં કે મેં એક મહત્વપૂર્ણ જવાબદારી લીધી છે, પણ એટલા માટે પણ કે આ ભૂમિકા એક મજબૂત વારસો ધરાવે છે. મારા દાદા આ પદ પર હતા અને પ્રતિભાને ઓળખવામાં અને તેને ઉછેરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મારા પિતાએ MPCA માં ક્રિકેટ વહીવટમાં વ્યાવસાયીકરણ અને માળખાગત પ્રક્રિયાઓ લાવીને તેને આગળ વધાર્યું. તેથી મારા માટે તે તેમના યોગદાનને આગળ વધારવા મૂલ્ય ઉમેરવા અને તે વારસાને આગળ વધારવા વિશે છે.દબાણ અને જવાબદારી સાથે આવે છે પરંતુ તે અતિ રોમાંચક પણ છે.

 

 

મહાઆર્યમન મધ્યપ્રદેશ લીગના અધ્યક્ષ અને ગ્વાલિયર સંભાગ ક્રિકેટ સંઘના ઉપાધ્યક્ષ પણ છે. મહાનઆર્યમન સિંધિયાનો જન્મ 17 નવેમ્બર 1995ના રોજ થયો છે. આ સાથે તે MPCAનો સૌથી યુવા અધ્યક્ષ બન્યો છે.હવે મહાઆર્યમન સિંધિયા માત્ર 29 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના પ્રમુખ બન્યો છે.

 

 

 

 

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો