વિરાટ કોહલી (Virat Kohli) ને વનડેની કેપ્ટનશીપથી હટાવ્યા બાદ ભારતીય ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે. કેટલાક પૂર્વ ક્રિકેટરો તેને યોગ્ય નિર્ણય ગણાવી રહ્યા છે તો કેટલાક માને છે કે વિરાટ કોહલીને હટાવવો યોગ્ય નિર્ણય નથી. 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ફાસ્ટ બોલર મદન લાલે (Madan Lal) પણ વિરાટ કોહલી પાસેથી ODIની કેપ્ટનશીપ છીનવી લેવા પર પ્રશ્ન ચિહ્ન ઉભા કર્યા છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે ટીમ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ ટીમને તોડવી ખૂબ જ સરળ છે.
મીડિયા રિપોર્ટસમાં એક વાતચીતમાં મદન લાલે કહ્યું, ‘મને ખબર નથી કે પસંદગીકારો શું વિચારે છે. વિરાટ કોહલી પરિણામ આપી રહ્યો હતો તો તેને કેમ હટાવવામાં આવ્યો? હું સમજી શકું છું કે તેણે T20 ક્રિકેટમાંથી કેપ્ટનશીપ કેમ છોડી. ક્રિકેટ ઘણું રમાઈ રહ્યું હતું અને વિરાટ વનડે અને ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો. પરંતુ જ્યારે તમે સફળ થાવ ત્યારે પણ તમને કેપ્ટનશીપથી દૂર કરવી મારી સમજની બહાર છે.
મદન લાલે કહ્યું કે વિરાટ કોહલી 2023 વર્લ્ડ કપ સુધી કેપ્ટનશિપનો હકદાર હતો. મદન લાલે કહ્યું, ‘મને લાગ્યું કે વિરાટ કોહલી 2023 વર્લ્ડ કપ સુધી કેપ્ટનશિપ કરશે. ટીમ બનાવવી બહુ મુશ્કેલ છે પણ તેને તોડવી સહેલી છે. મદન લાલે એમ પણ કહ્યું કે જ્યારે ધોનીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે તે ODI અને T20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, તો શું સમસ્યા થઈ હશે.
મદનલાલે કહ્યું, ‘મને સમજાતું નથી કે મૂંઝવણ ક્યાંથી ઊભી થઈ હશે. દરેક કેપ્ટનની કેપ્ટનશીપ કરવાની રીત અલગ હોય છે. ટેસ્ટ અને લિમિટેડ ઓવરના ફોર્મેટમાં કપ્તાની અલગ છે. વિરાટ-રોહિતની પોતાની સ્ટાઈલ છે. ધોનીની શૈલી અલગ હતી. ઈન્ટરનેશનલ લેવલે માત્ર પ્રોફેશનલ ક્રિકેટની જ વાત થવી જોઈએ બીજું કંઈ નહીં.
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ખુલાસો કર્યો હતો કે વિરાટ કોહલીએ પોતે T20 ની કેપ્ટનશીપ છોડી દીધી હતી જ્યારે BCCI આ ઈચ્છતું ન હતું. આ પછી બોર્ડે તેને ODI કપ્તાનીમાંથી હટાવવાનો નિર્ણય લીધો કારણ કે તે સફેદ બોલની રમતમાં માત્ર એક જ કેપ્ટન ઈચ્છે છે જે હવે રોહિત શર્મા (Rohit Sharma) છે.
Published On - 7:17 pm, Fri, 10 December 21