LSG vs KKR IPL Match Result: લખનૌ નો ‘સુપર જાયન્ટ્સ’ વિજય, 75 રને મેળવી જીત, હોલ્ડર-અવેશની 3-3 વિકેટ

|

May 07, 2022 | 11:10 PM

Lucknow Super Giants vs Kolkata Knight Riders IPL Match Result: આ જીત સાથે જ લખનૌની દાવેદારી હવે પ્લેઓફ માટે મજબૂત થઈ ચુકી છે. નવી ટીમે શાનદાર પ્રદર્શન સિઝનની શરુઆતથી દર્શાવ્યુ છે.

LSG vs KKR IPL Match Result: લખનૌ નો સુપર જાયન્ટ્સ વિજય, 75 રને મેળવી જીત, હોલ્ડર-અવેશની 3-3 વિકેટ
Lucknow Super Giants નો 8મી વિજય

Follow us on

IPL 2022 ની 53 મી મેચ પુણેમાં લખનૌ પર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Lucknow Super Giants vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. જેમાં કેએલ રાહુલ (KL Rahul) ની ટીમ લખનૌએ કોલકાતાને મોટા અંતરથી હરાવી દીધુ છે. કોલકાતાની ઈનીંગ માત્ર 101 રન પર જ સમેટી લઈને લખનૌએ 75 રનથી જીત મેળવી છે. શ્રેયસ અય્યરની (Shreyas Iyer) કોલકાતાએ લખનૌએ આપેલા 177 રનના લક્ષ્યનો પિછો કરવા માટે પ્રયાસ શરુ કર્યો હતો પરંતુ 101 રન પર જ 14.3 ઓવરમાં તેની ઈનીંગ સમેટાઈ ગઈ હતી. કોલકાતાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી રન ચેઝ કરવાની યોજના બનાવી હતી, જે યોજના અવેશ અને હોલ્ડરની બોલીંગ સામે ધોવાઈ ગઈ હતી.

કોલકાતાએ વિકેટ ગુમાવવાની શરુઆત પ્રથમ ઓવરથી જ કરી હતી. બાબા ઈન્દ્રજીત (0 રન 6 બોલ)ના રુપમાં શૂન્ય રને જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ 11 રનના સ્કોર પર બીજી વિકેટ કેપ્ટન શ્રેયસ અય્યર (6 રન 9 બોલ) ની ગુમાવી દીધી હતી. તો વળી 23 રનના સ્કોર પર એરોન ફિંચ (14 રન 14 બોલ) અને 25ના સ્કોર પર નિતીશ રાણાની વિકેટ ગુમાવતા જ કોલકાતા પર મુશ્કેલીના વાદળો ઘેરાઈ ચુક્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

જોકે બાદમાં આંદ્રે રસેલે સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે રિન્કુ સિંહ પણ ઝડપથી ચાલતી પકડી હતી. તે બાદ જાણે કે વિકેટ ગુમાવવાના સિલસિલાએ અટકવાનુ નામ જ નહોતુ લીધુ. આંદ્રે રસેલે 19 બોલમાં 45 રનની આક્રમક ઈનીંગ રમી હતી. તેમે 5 છગ્ગા જમાવી દીધા હતા. સુનિલ નરેને પણ 12 બોલમાં 22 રન ફટકાર્યા હતા. જોકે આ બંને કેરેબિયન ખેલાડીઓને બાદ કરતા એક પણ ખેલાડીએ ક્રિઝ પર પગ જમાવીને બેટીંગ કરી નહોતી અને બે આંકડે પણ તેમનો સ્કોર થાય એ પહેલા જ તેઓ વિકેટ ગુમાવી દેતા હતા.

અવેશ-હોલ્ડરની 3-3 વિકેટ

જેસન હોલ્ડરે બેટીંગમાં પણ ધમાલ મચાવી હતી અને બોલીંગ થી પણ. તેણે માત્ર 2.3 ઓવર જ બોલીંગ કરી હતી અને 3 વિકેટ મેળવી હતી. તેણે કોલકાતાની ઈનીંગને જલદી સમેટવાનુ કામ કર્યુ હતુ. આવેશ ખાને 3 ઓવરમાં 1 મેડન ઓવર કરી હતી અને 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ચામિરા, મોહસીન ખાન અને રવિ બિશ્નોઈ એ એક એક વિકેટ ઝડપી હતી.

 

 

Published On - 10:58 pm, Sat, 7 May 22

Next Article