IPL 2022 Points Table : લખનૌ-હૈદરાબાદને ભારે પડી રાજસ્થાન રોયલ્સની જીત, રસપ્રદ બન્યુ પોઈન્ટ ટેબલ

|

Apr 19, 2022 | 10:38 AM

IPL 2022 પોઈન્ટ ટેબલ: લીગ રાઉન્ડના અંતે, પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ચાર ટીમોને જ પ્લેઓફમાં જવાની તક મળે છે. આ વખતે લીગમાં 10 ટીમો ભાગ લઈ રહી છે જેને કારણે પોઈન્ટ ટેબલની રેસ વધુ રસપ્રદ બની છે.

IPL 2022 Points Table : લખનૌ-હૈદરાબાદને ભારે પડી રાજસ્થાન રોયલ્સની જીત, રસપ્રદ બન્યુ પોઈન્ટ ટેબલ
IPL 2022: Rajasthan Royals Team
Image Credit source: Yuzvendra Chahal Twitter

Follow us on

IPL 2022માં (IPL 2022) 30 મેચ રમાઈ છે. લીગ રાઉન્ડ લગભગ અડધો પૂર્ણ થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે પોઈન્ટ ટેબલની રેસ વધુ રસપ્રદ બની ગઈ છે. આ સિઝનમાં આઠને બદલે 10 ટીમો ભાગ લઈ રહી છે. જેના કારણે પોઈન્ટ્સની સાથે નેટ રન રેટની પણ ઘણી અસર જોવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સની ટીમ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સને (Kolkata Knight Riders) હરાવીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. જો કે શ્રેયસ અય્યરની (Shreyas Iyer) કપ્તાનીવાળી KKRને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં તેઓ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહ્યું છે.

સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સે સોમવારે લીગમાં ચોથી જીત મેળવી હતી. જોસ બટલરની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની બીજી સદી અને સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલની હેટ્રિકને કારણે રાજસ્થાન રોયલ્સે મેચ સાત રને જીતી લીધી હતી. રાજસ્થાનને આ જીતનો મોટો ફાયદો મળ્યો છે. જો કે, રાજસ્થાન રોયલ્સની જીતથી સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સને ભારે નુકસાન થવા પામ્યુ છે.

રાજસ્થાન રોયલ્સ ટીમ બીજા સ્થાને પહોંચી છે

IPLના લીગ રાઉન્ડમાં પોઈન્ટ ટેબલ મહત્વની ભૂમિકા ભજવે છે. પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરાય છે કે કઈ ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે. હાલમાં ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ટોચના ચાર સ્થાનમાં સમાવેશ થાય છે. રાજસ્થાનની ટીમ રવિવાર સુધી છ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને હતી. જોકે, KKRને હરાવીને તેના 8 પોઈન્ટ થયા છે અને તે હવે બીજા સ્થાને પહોચી છે. રાજસ્થાન રોયલ્સ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સ, આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદના પણ આઠ પોઈન્ટ છે. જોકે રાજસ્થાનનો નેટ રન રેટ બાકીની ટીમ કરતા સારા હોવાને કારણે બીજા સ્થાને છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

KKRને હારની હેટ્રિક મળી

આઈપીએલની આ સિઝનમાં ચાર ટીમો 8 પોઈન્ટમાં અટવાઈ ગઈ છે, જ્યારે KKR અને પંજાબ કિંગ્સની ટીમોએ છ પોઈન્ટ મેળવ્યા છે. KKR પાસે રાજસ્થાનને હરાવી ટોપ ચારમાં પ્રવેશવાની તક હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. KKR છઠ્ઠા અને પંજાબ સાતમા સ્થાને છે. લીગમાં સૌથી સફળ ટીમોની હાલત ખરાબ છે. ચેન્નાઈની ટીમ માત્ર એક જ જીત મેળવી શકી છે અને તે નવમા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હજુ પ્રથમ જીતની શોધમાં છે. મુંબઈ ઈન્ડિયન્સ છ મેચ બાદ પણ એક જીત મેળવી શકી નથી. જેના કારણે તે છેલ્લા સ્થાને છે. દરમિયાન લીગમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ 10 પોઈન્ટ સાથે ટોચ પર યથાવત છે.

 

આ પણ વાંચોઃ

IPL 2022: RR vs KKR: રોમાંચક મેચમાં રાજસ્થાને 7 રને કોલકાતાને હરાવ્યું, ચહલની હેટ્રીક સાથે 5 વિકેટ

આ પણ વાંચોઃ

IPL 2022 પર કોરોનાનો કહેર, Mitchell Marsh હોસ્પિટલમાં દાખલ, દિલ્હી-પંજાબ મેચ પર લટકતી તલવાર

 

 

Next Article