એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં માત્ર 5 મિનિટમાં જ એવા દ્રશ્યો જોવા મળ્યા, જેણે બધાને ચોંકાવી દીધા હતા. બીજી ટેસ્ટ મેચ ગુરુવારે લંડનના લોર્ડ્સના મેદાનમાં શરૂ થઈ હતી અને મેચમાં માત્ર 5 મિનિટ જ થઈ હતી અને બે પ્રદર્શનકારી મેદાનમાં ઘૂસી ગયા હતા. સ્થિતિ એવી બની કે ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ એક પ્રદર્શનકારીને જાતે જ ઉપાડીને મેદાનની બહાર કરી દીધો હતો.
આ દ્રશ્ય મેચના પહેલા જ દિવસે લોર્ડ્સમાં બન્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને જેમ્સ એન્ડરસનને ઇનિંગની પ્રથમ ઓવર મળી હતી. બીજી ઓવરની રમત શરૂ થવાની જ હતી ત્યારે ‘જસ્ટ સ્ટોપ ઓઈલ’ સંસ્થાના બે પ્રદર્શનકારીઓ મેદાનમાં પ્રવેશ્યા હતા. બંનેએ પિચને બગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો પ્લાન સફળ ન થઈ શક્યો.
A brief delay at Lord’s due to protestors invading the pitch, but they’re swiftly dealt with – with Jonny Bairstow helping remove one of them from the field. pic.twitter.com/xkp315Y9I2
— Sky Sports Cricket (@SkyCricket) June 28, 2023
આ બંને પ્રદર્શનકારીઓ મેદાન પર અને ખાસ કરીને પીચ પર ઓરેન્જ પાઉડર પેઇન્ટ કરવા માંગતા હતા, પરંતુ તેમાંથી એકને મેદાનના સુરક્ષાકર્મીઓએ પીચની નજીક પહોંચતા પહેલા જ પકડી લેવામાં આવ્યો હતો પરંતુ વાસ્તવિક દૃશ્ય પિચની બીજી બાજુ જોવા મળ્યું હતું, જ્યાં વિકેટકીપર બેયરસ્ટોએ મામલો પોતાના હાથમાં લીધો હતો. બેયરસ્ટોએ પોતે બીજા વિરોધીને રોક્યો અને તરત જ તેને તેના હાથથી પકડી લીધો. તેણે પોતે જ તેને ઉપાડીને બાઉન્ડ્રીની બહાર કરી દીધો, જ્યાં સુરક્ષાકર્મીઓએ તેને કસ્ટડીમાં લીધો હતો.
પ્રશંસકોને બેયરસ્ટોની પ્રદર્શનકારીને ઉપાડીને બહાર કરવાની રીત પસંદ પડી હતી અને બેયરસ્ટોને દર્શકોએ તાળીઓ વગાડી બિરદાવ્યો હતો. આ સાથે જ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. યુઝર્સે બેયરસ્ટોના ખૂબ વખાણ કર્યા હતા. આ ઘટના બાદ થોડું પેઇન્ટ હજુ પણ જમીન પર ઢોળાયેલું હતું, જેને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ઝડપથી સાફ કરવામાં આવ્યું હતું અને મેચ શરૂ થઈ શકી હતી.
Good start to the 2nd test.
Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr— Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023
હકીકતમાં, આ સંગઠન છેલ્લા 3-4 વર્ષથી યુરોપ સહિત ઘણા પશ્ચિમી દેશોમાં આ રીતે વિરોધ કરી રહ્યું છે. તેના સભ્યો વિશ્વભરમાં તેલનો ઉપયોગ બંધ કરવાની માગણી માટે વિચિત્ર રીતે વિરોધ- પ્રદર્શન કરી રહ્યા છે. ફૂટબોલથી લઈને ટેનિસ સુધીની મોટી ટુર્નામેન્ટમાં તેના કાર્યકરો, મેચની મધ્યમાં પ્રવેશ કરીને પ્રદર્શન કર્યું છે. ઘણા પ્રખ્યાત મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીઓમાં પણ આ લોકો ઓરેન્જ પાવડર પેઇન્ટથી વસ્તુઓ બગાડી રહ્યા છે.