ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને વનડે વર્લ્ડકપની ફાઈનલમાં હાર આપી હતી. તે ટીમના કેટલાક ખલેાડીઓ ટી 20 સિરીઝમાં રમી રહ્યા નથી. તેમ છતાં આખી ટીમ તાકાત દેખાડી રહી છે. આજે ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા માટે તો ખુબ જ મહત્વની છે. આ મેચ હારતાની સાથે જ ટીમ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. જેના માટે મૈથ્યુ વેડની કેપ્ટનશીપ વાળી ઓસ્ટ્રેલિયાએ ગુવાહાટીમાં કોઈપણ ભોગે જીતવા ઈચ્છશે. વર્લ્ડકપ ચાલી રહ્યો હતો ત્યારે સૌ કોઈ માટે ભારતીય ટીમ હોટ ફેવરિટ હતી. જેને લઈ સટ્ટા બજાર ખુબ ગરમ જોવા મળ્યું હતુ.
ત્યારે હવે ચાહકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે કે, ભારતીય ટીમ ટી 20માં શાનદાર પ્રદર્શન તો કરી રહી છે તો શું તે સિરીઝ પર કબ્જો મેળવશે. તેને લઈને વર્લ્ડકપ બાદ ફરી એક વખત સટ્ટા બજારમાં ભારતીય ટીમની ઉંચી બોલી લાગી રહી છે.
ભારતમાં ક્રિકેટ મેચો દરમિયાન મોટાપાયે સટ્ટો રમાય છે.આપણે હવે આજે સટ્ટા બજારની વાત કરીએ તો, હવે ટીમ ઈન્ડિયા મંગળવારે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી મેચ રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની નજર જીતની હેટ્રિક અને સિરીઝ જીતવા પર હશે. ત્યારે ભારતીય ટીમ માટે સટ્ટા બજારમાં અલગ અલગ સાઈટો પર ભાવ અલગ જોવા મળી રહ્યા છે. ભારતનો રેટ 1.80 જોવા મળી રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો 2.10જોવા મળી રહ્યો છે.
આ રેટ મેચ શરુ થયા બાદ પણ ફેરફાર થઈ શકે છે.તેમજ ટીમ જ્યારે પોતાની પ્લેઈંગ 11 જાહેર કરે છે ત્યારે પણ રેટિંગમાં ફેરફાર જોવા મળતો હોય છે.
(નોંધ : આ માત્ર કઈ ટીમને વધારે સમર્થન મળી રહ્યું છે. તેમજ કઈ ટીમના હાર અને જીતના ચાન્સ વધારે જોવા મળી રહ્યા છે. સટ્ટાબાજની નજરે આ આંકડા રજુ કર્યા છે. અમારો ઉદેશ્ય સટ્ટાબાજને પ્રોત્સાહન કરવાનો નથી.)
આ પણ વાંચો : હાર્દિક પંડ્યાનું મુંબઈએ “હાર્દિક સ્વાગત” કર્યા બાદ પહેલું રિએક્શન સામે આવ્યું, જુઓ વીડિયો