IPL 2023 એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ દિલ્હી કેપિટલ્સને ધર્મશાળામાં પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ હતુ. જોકે દિલ્હીના બેટરોએ ધુલાઈ કરતી બેટિંગ કરતા માત્ર 2 જ વિકેટ ગુમાવીને 213 રન નોંધાવ્યા હતા. જોકે જવાબમાં રનચેઝ કરવા માટે મેદાને ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે શરુઆતમાં જ સુકાની અને ઓપનર શિખર ધવન ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. પંજાબ કિંગ્સે ધર્મશાળામાં મેચ ગુમાવી હતી, પરંતુ, આ માટે લિયામ લિવિંગસ્ટને શાનદાર ઈનીંગ રમી હતી. તે સદી પૂરી કરવા માટે મેચના અંતિમ બોલ પર વિશાળ શોટ લગાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આઉટ થયો હતો.
લિવિંગસ્ટને 94 રનની તોફાની ઈનીંગ રમીને પંજાબ કિંગ્સને માટે મજબૂત લડાઈ કરી હતી. હાર અને જીત વચ્ચે મોટુ અંતર હતુ આમ છતાં પંજાબની ટીમને લિવિંગસ્ટન નજીક લઈ આવ્યો હતો. તેણે શાનદાર 9 છગ્ગા વાળી રમત રમી હતી. જેને લઈ મેચ અંતિમ ઓવર સુધી રોમાંચક બની હતી.
ધર્મશાળામાં સદી નોંધાવવાથી લિયામ લિવિંગસ્ટન ચૂક્યો હતો. મેચના અંતિમ બોલ પર તેણે છગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતિમ બોલ પર જ તે અક્ષર પટેલના હાથમાં કેચ ઝડપાયો હતો. આમ તે 94 રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે તેની ઈનીંગ શાનદાર રહી હતી. લિયામે 94 રન આતશી બેટિંગ વડે નોંધાવ્યા હતા. આ માટે તેણે 48 બોલનો સામનો કર્યો હતો. દરમિયાનમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. 195.83 ની સ્ટ્રાઈક રેટથી લિયામે બેટિંગ કરી હતી.
Liam leaving us on the edge of our seats with his electrifying performance! 🔥🤩#PBKSvDC #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters | @PunjabKingsIPL @liaml4893 pic.twitter.com/XwLZT8tnL1
— JioCinema (@JioCinema) May 17, 2023
એક સમયે દિલ્હી માટે શરુઆતમાં મેચ એક તરફી લાગી રહી હતી. ટીમનો સ્ટાર બેટર શિખર ધવન ગોલ્ડન ડક વિકેટ ગુમાવતા મોટા સ્કોરને ચેઝ કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. પરંતુ લિયામ લિવિંગસ્ટને ચોથા ક્રમે આવીને તોફાન મચાવતી બેટિંગ કરી હતી. લિયામ મેચમાં ફરી એકવાર પંજાબને લઈ આવ્યો હતો અને મેચને રોમાંચક બનાવી દીધી હતી. મેચમાં અંતિમ ઓવરમાં નો બોલ મળતા મેચમાં રોમાંચ વધારે સર્જાયો હતો, પરંતુ ઈશાંત શર્મા ફ્રિ હિટમાં બોલને ડોટ કરાવવામાં સફળ રહ્યો હતો.
Published On - 11:34 pm, Wed, 17 May 23