વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં વોશિંગટન સુંદરની જગ્યાએ ભારતીય ટીમમાં નવા ખેલાડીનો સમાવેશ થયો

|

Feb 14, 2022 | 11:44 PM

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝની શરૂઆત 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં શરૂ થશે.

વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં વોશિંગટન સુંદરની જગ્યાએ ભારતીય ટીમમાં નવા ખેલાડીનો સમાવેશ થયો
Kuldeep Yadav (PC: BCCI)

Follow us on

વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket) સામેની ટી20 સીરિઝમાંથી ભારતના યુવા ક્રિકેટર વોશિંગટન સુંદર (Washington Sundar) બહાર થઇ ગયો છે. ત્યારે તેના સ્થાને કોણ આવશે તેની જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) કરી દીધી છે. વોશિંગટન સુંદરના સ્થાને ટીમ ઇન્ડિયામાં કુલીદપ યાદવનો (Kuldeep Yadav) સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ પોતાની વેબસાઇટમાં તેની જાહેરાત કરી છે. હેમસ્ટ્રિંગ ઇજાના કારણે વોશિંગટન સુંદર સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઈએ જણાવ્યું કે વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વન-ડે સમયે વોશિંગટન સુંદરને હેમસ્ટ્રિંગમાં ઇજા પહોંચી હતી. ફીલ્ડિંગ સમયે તેની સાથે આવું થયું હતું.

કોલકાતામાં રમાનાર આગામી ટી20 સીરિઝમાંથી તે બહાર થઇ ગયો છે. ઓલ ઇન્ડિયા સિલેક્શન કમીટીએ કુલદીપ યાદવને તેના રિપ્લેસમેન્ટ માટે ટીમમાં જોડ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઇજાની સમસ્યા ચાલી આવે છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝથી પહેલા લોકેશ રાહુલ પણ ઇજાગ્રસ્ત થઇ જતાં તે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તે વન-ડે સીરિઝમાં એક મેચ રમ્યો હતો. તો અન્ય એક ખેલાડી અક્ષર પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હજુ સુધી રિકવર નથી થયો. તે હજુ ક્વોરન્ટાઇનમાં છે. એવામાં ત્રણ ખેલાડીઓ ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયા છે.

બોર્ડના જણાવ્યા અનુસાર વોશિંગટન સુંદરને ઇજામાંથી બહાર આવતા હજુ 3 સપ્તાહ જેટલો સમય લાગી જશે. તેને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રહેવું પડશે. હજુ એક દિવસ પહેલા જ તેને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ખરીદીને પોતાની ટીમમાં જોડ્યો હતો.

ભારતીય ટીમ આ પ્રમાણે છે

રોહિત શર્મા (સુકાની), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સુર્યકુમાર યાદવ, રિષભ પંત (ઉપસુકાની), વેંકટેશ પ્રસાદ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, રુતુરાજ ગાયકવાડ, દીપક હુડા અને કુલદીપ યાદવ.

 

આ પણ વાંચો : ભારતીય ટીમનો યુવા ખેલાડી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરિઝમાંથી થયો બહાર

આ પણ વાંચો : UEFA Champions League: અંતિમ 16માં રિયલ મેડ્રિડ અને પીએસજી વચ્ચેની મેચ પર તમામની રહેશે નજર

Next Article