ભારતીય ટીમ (Idnian Cricket Team) ના સ્પિનર કૃણાલ પંડ્યા (Krunal Pandya) નુ ટ્વીટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવ્યા છે. આજે સવારે એટલે કે ગુરુવારે એકાઉન્ટ હેક થયાની જાણ થઇ હતી. તો વળી હેક કરનારાએ તેના એકાઉન્ટ પર થી અનેક પોસ્ટ પણ કરી દીધી છે અને જે જોઇને કૃણાલ પંડ્યાના ચાહકો પણ આશ્વર્યમાં પડ્યા હતા. જોકે તેનુ એકાઉન્ટ બીટકોઇન માટે વેચવા માટે મુક્યુ હોવાની પોસ્ટ જોઇ ખ્યાલ આવ્યો હતો કે એકાઉન્ટ હેક થઇ ચુક્યુ છે. હાલમાં કૃણાલ પંડ્યા અને તેનો ભાઇ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ભારતીય ટીમ થી બહાર જોવા મળી રહ્યા છે. તો વળી આઇપીએલ માટે પણ કૃણાલ હવે આગામી સિઝનમાં નવી ટીમમાં જોવા મળશે.
કૃણાલ પંડ્યા તરફ થી હજુ કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા હેકિંગને મામલે સામે આવી નથી. જોકે આ દરમિયાન હેકરે પણ કૃણાલ પંડ્યાના એકાઉન્ટ પર થી એક બાદ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં બીટ કોઇનને લઇને પણ પોસ્ટ કરવામાં આવી હતી. તો વળી સોશિયલ મીડિયાના તેના ફેન દ્વારા પણ હેકરની પોસ્ટ પર જુદી જુદી પ્રતિક્રિયાઓ પોસ્ટ થવા લાગી છે.
bc1qex8cewu8krpy0gu4vlz7kkekhhuwh9hf9jjxz3
send me bitcoin
— Krunal Pandya (@krunalpandya24) January 27, 2022
આઇપીએલમાં અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો હિસ્સો રહ્યો હતો કૃણાલ પંડ્યા. પરંતુ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંનેને મુંબઇની ટીમે રિટેન કર્યા નહોતા. જોકે હાર્દિક પંડ્યા હવે અમદાવાદની ટીમનો કેપ્ટન બની ચુક્યો છે અને હવે તેની સાથે કૃણાલ પંડ્યા પણ અમદાવાદની ટીમનો હિસ્સો મેગા ઓક્શન દરમિયાન બની શકે તેવી પણ અટકળો વ્યાપી રહી છે. હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમે 15 કરોડ રુપિયાની રકમ સાથે પોતાની સાથે જોડ્યો છે.
Published On - 9:44 am, Thu, 27 January 22