IPL 2022: CSK vs KKR: કોલકાતાએ 6 વિકેટે ચેન્નઇને હરાવ્યું, લીગમાં જીત સાથે કરી શરૂઆત

|

Mar 26, 2022 | 11:40 PM

ચેન્નઇ સુપર કિંગ્સના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની અડધી સદી એળે ગઇ હતી. તેણે અણનમ 50 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.

IPL 2022: CSK vs KKR: કોલકાતાએ 6 વિકેટે ચેન્નઇને હરાવ્યું, લીગમાં જીત સાથે કરી શરૂઆત
Kolkata Knight Riders Win (PC: IPLt20.com)

Follow us on

IPL 2022 ની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. KKRએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. કોલકાતા તરફથી અજિંક્ય રહાણે અને સેમ બિલિંગ્સે મહત્વની ઇનિંગ્સ રમી હતી. ટીમ માટે અજીંક્ય રહાણેએ 44 રન બનાવ્યા હતા. ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા KKR એ 18.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ચેન્નઇ માટે ડ્વેન બ્રાવોએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈ આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી કોલકાતા ટીમે 18 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

ઓપનર અજિંક્ય રહાણેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. રહાણેએ 34 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા. જ્યારે વેંકટેશ અય્યર 16 રન બનાવીને આઉટ થયો હતો. નીતિશ રાણાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે 17 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સેમ બિલિંગ્સ 25 રનની મહત્વની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે 22 બોલમાં એક ફોર અને એક સિક્સર ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 19 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો ફટકાર્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડ્વેન બ્રાવો અને મિશેલ સેન્ટનરે શાનદાર બોલિંગ કરી હતી. બ્રાવોએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે સેન્ટનરે 4 ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી. જાડેજાએ 4 ઓવરમાં 25 રન આપ્યા હતા. તુષાર દેશપાંડે અને એડમ મિલ્નેને એક પણ વિકેટ મળી ન હતી.

આ પહેલા ચેન્નઇ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની અણનમ અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. આ દરમિયાન ધોનીએ 38 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. ધોનીએ 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે જાડેજાએ 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પાએ 28 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 21 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: શ્રેયસ અય્યર અને રિષભ પંત આવનારા વર્ષોમાં ક્રિકેટમાં રાજ કરશેઃ ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટનું નિવેદન

આ પણ વાંચો : IPL 2022 PBKS vs RCB Head to Head: પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હંમેશા કાંટાની ટક્કર રહી છે, બસ આટલી જ આગળ છે આ ટીમ

Next Article