Kohli vs Gambhir : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર મેદાનમાં લડયા, ખેલાડીઓએ કરી દરમિયાનગીરી, જુઓ Video

|

May 02, 2023 | 6:37 AM

Virat Kohli-Gautam Gambhir Fight, IPL 2023 : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની ફરી એકવાર મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ અને આ વખતે ગંભીરની સાથે લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક પણ કોહલી સાથે લડયો.

Kohli vs Gambhir : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર મેદાનમાં લડયા, ખેલાડીઓએ કરી દરમિયાનગીરી, જુઓ Video
Virat Kohli
Image Credit source: Social Media

Follow us on

લખનૌઃ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર છે, પરંતુ તેમની વચ્ચે ઝઘડાના સમાચાર હંમેશા આવતા રહે છે. ગઈકાલે ફરી એકવાર આ બંને વચ્ચે બબાલ થઈ હતી. IPL-2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. લખનૌની ટીમ ટાર્ગેટ હાંસલ કરી શકી ન હતી અને બે બોલ બાકી હતા ત્યારે જ 108 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ પછી મેદાન પર કોહલીની જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને લખનૌના ખેલાડી અને તેના મેન્ટર ગંભીર આનો શિકાર બન્યા.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

શુ હતો સમગ્ર મામલો

મેચ પુરી થયા બાદ બંને ટીમોના ખેલાડીઓ એક બીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. કોહલી લખનૌના અન્ય ખેલાડીઓ સાથે પણ હાથ મિલાવતો હતો. કોહલી અને ગંભીરે હાથ મિલાવ્યા હતા અને આ દરમિયાન ગંભીર ગુસ્સામાં જોવા મળ્યો હતો. અમ્પાયરો સાથે હાથ મિલાવ્યા બાદ તેણે ગુસ્સામાં કંઈક કહ્યું પણ હતું. આ પછી કોહલીએ નવીન-ઉલ-હક સાથે હાથ મિલાવ્યા અને કંઈક કહીને આગળ વધ્યો. નવીને વળતો જવાબ આપ્યો. કોહલીએ પણ તેને સામે જવાબ આપ્યો અને નવીન કોહલી તરફ વળ્યો. દરમિયાન ગ્લેન મેક્સવેલે નવીનને અલગ કર્યો અને કોહલી આગળ ગયો.

મેયર્સ ફરી કોહલી પાસે આવ્યા અને કંઈક વાત કરવા લાગ્યા, પરંતુ પછી ગંભીર ત્યાં આવ્યો અને મેયર્સને ખેંચીને લઈ ગયો. ત્યારબાદ કોહલી આગળ વધ્યો અને ડુપ્લેસી સાથે વાત કરવા લાગ્યો. આ દરમિયાન તે ગંભીર સાથે દૂરથી વાત કરી રહ્યો હતો અને કેટલાક ઈશારા કરી રહ્યો હતો. ગંભીર તેની વાતનો જવાબ પણ આપી રહ્યો હતો. આ દરમિયાન ગંભીર ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો. કેએલ રાહુલે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ કોહલીના કહેવા પર ગંભીર તેની પાસે ગયો. આ બંને વચ્ચે ત્યા ફરી ઉગ્ર બોલાચાલી થઈ અને આ દરમિયાન બંને ટીમના સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓ પણ ત્યાં હાજર હતા. લખનૌના સપોર્ટ સ્ટાફના કેએલ રાહુલ, વિજય દહિયા, ડુપ્લેસી, મેક્સવેલે, ઝઘડતા કોહલી અને ગંભીર બંનેને અલગ કર્યા અને મામલો શાંત પાડ્યો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article