Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)ની શરૂઆત 1930માં પ્રથમ વખત કેનેડાના શહેર હેમિલ્ટનમાં યોજાઈ હતી. દર 4 વર્ષના અંતરે યોજાતી આ રમતોના ટાઈટલ વિશે વાત કરીએ તો, 1930 થી અત્યાર સુધીમાં આ રમતોના નામ 4 વખત બદલવામાં આવ્યા છે. શરુઆતમાં આ રમતને બ્રિટિશ એમ્પાયર રમતના નામથી ઓળખ મળી હતી અને 1930 થી 1950 સુધી આ નામે રમાતી હતી. આ પછી આ ગેમ્સનું નામ બદલીને ‘બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ’ રાખવામાં આવ્યું.
આ રમતો 12 વર્ષ (1954 થી 1966) સુધી બ્રિટિશ એમ્પાયર અને કોમનવેલ્થ નામથી યોજાઈ હતી.
આ પણ વાંચો : Commonwealth games 2026 : અમદાવાદમાં યોજાઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ 2026, ઓસ્ટ્રેલિયા હોસ્ટિંગમાંથી દુર થયું
1970માં આ રમતની શરુઆત પહેલા ફરી એક વખત નામ બદલવામાં આવ્યું હતુ. તે વખતે તેનું નામ ‘બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ’ નામ આપવામાં આવ્યું હતું. બે સિઝન પછી, 1978 માં ચોથી વખત ફરીથી ગેમ્સનું નામ બદલવામાં આવ્યું અને આ વખતે તેને ‘કોમનવેલ્થ ગેમ્સ’ નામ મળ્યું. શરૂઆતમાં, ઘણા દેશો તેમના નામના કારણે આ રમતોમાં ભાગ લેતા ન હતા. પરંતુ 40 વર્ષ પહેલા જ્યારે આ ગેમ્સનું નામ બદલીને ‘કોમનવેલ્થ ગેમ્સ’ રાખવામાં આવ્યું, ત્યાર બાદ તેમાં ભાગ લેનારા દેશોની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે વધારો થયો.
ભારતે 1930, 1950, 1962 અને 1986માં આ ગેમ્સમાં ભાગ લીધો ન હતો, જ્યારે 1938 (સિડની) અને 1954 (વેનકુવર)માં બે વખત કોઈ મેડલ વિના સ્વદેશ પરત ફર્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સૌથી શાનદાર વર્ષ 2010 હતું, જ્યારે ભારતે ગેમ્સની યજમાની કરી હતી અને ઘરઆંગણે રમતા 101 મેડલ સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહી હતી. આમાં ઓસ્ટ્રેલિયા 180 મેડલ સાથે ટોચ પર હતું.
2026 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાતમાં યોજાઈ શકે છે. ભારતીય ઓલિમ્પિક સમિતિ ગુજરાત સરકાર સાથે મળીને આ માટે દાવો રજૂ કરી શકે છે. જો ભારતને આ હોસ્ટિંગ મળશે તો દેશમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે.રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નાયબ સચિવ યુ એ પટેલે પીટીઆઈ આવા સમાચારોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે રમત ગમત વિભાગનું ધ્યાન 2036 ઓલિમ્પિક્સ છે.”અમારું ધ્યાન અત્યારે 2036 ઓલિમ્પિકના હોસ્ટિંગ મેળવવા પર છે.