IPL 2022: KL Rahul ની માતાએ 27 વર્ષ સુધી તેની સાથે ખોટું બોલ્યા, સત્ય સામે આવતાં તે સ્તબ્ધ થઈ ગયો, જાણો શું છે મામલો?

|

Mar 29, 2022 | 7:01 PM

KL Rahul IPL 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કમાન સંભાળી રહ્યો છે. ટીમ તેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી.

IPL 2022: KL Rahul ની માતાએ 27 વર્ષ સુધી તેની સાથે ખોટું બોલ્યા, સત્ય સામે આવતાં તે સ્તબ્ધ થઈ ગયો, જાણો શું છે મામલો?
KL Rahul (PC: IPL)

Follow us on

લોકેશ રાહુલ (KL Rahul) આ સમયે માત્ર ભારતનો જ નહીં પણ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક છે. હાલમાં તે IPL 2022 માં લખનૌ સુપરજાયન્ટ્સ (Lucknow Super Giants) ની કમાન સંભાળી રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સના સુકાની લોકેશ રાહુલે એક ઈન્ટરવ્યુમાં ખૂબ જ રસપ્રદ ખુલાસો કર્યો છે. કેએલ રાહુલે જણાવ્યું કે તેની માતા (KL Rahul’s Mother) એ તેની સાથે 26-27 વર્ષ સુધી ખોટું બોલ્યા હતા. વાત એવી છે કે લોકેશ રાહુલને હવે તેના નામ પાછળનું કારણ જાણવા મળ્યું છે. તેને લાગતું હતું કે તેની માતાએ શાહરૂખ ખાનના કારણે રાહુલનું નામ રાખ્યું છે. કારણ કે ઘણી ફિલ્મોમાં તેનું નામ રાહુલ હતું. કેએલ રાહુલની માતા શાહરૂખ ખાનની મોટી ફેન છે. જોકે એવું ન હતું.

કેએલ રાહુલે કહ્યું કે તેની માતાએ તેને નામ વિશે ખોટું કહ્યું. બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ શોમાં લોકેશ રાહુલે ખુલાસો કર્યો હતો કે, ‘મને થોડા વર્ષો પહેલા જ ખબર પડી હતી કે મારી માતા 26-27 વર્ષ સુધી મારી સાથે ખોટું બોલે છે. માતાએ કહ્યું હતું કે તે શાહરૂખ ખાનની ફેન છે અને 90 ના દાયકામાં દરેક ફિલ્મમાં તેનું નામ રાહુલ હતું. તેથી જ તેનું નામ રાહુલ રાખવામાં આવ્યું.

મિત્રોની વાત સાંભળીને લોકેશ રાહુલ ચોકી ગયો

કેએલ રાહુલે વધુમાં કહ્યું, ‘મેં આ વાત મારા મિત્રોને કહી છે જેમને બોલિવૂડનું જ્ઞાન છે. એક મિત્રે કહ્યું કે જે ફિલ્મમાં શાહરૂખ ખાનનું નામ રાહુલ હતું તે પહેલીવાર 1994 માં રિલીઝ થઈ હતી અને તમારો જન્મ 1992માં થયો હતો. તો તારા નામનું કારણ સાવ ખોટું છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

 

આ પછી લોકેશ રાહુલે કહ્યું કે તેના પિતા સુનીલ ગાવસ્કરના ફેન હતા અને કોમેન્ટ્રીમાં તેઓ વારંવાર તેમનું નામ સાંભળતા હતા. કોમેન્ટ્રી દરમિયાન તેણે ભૂલથી ગાવસ્કરના પુત્ર રાહુલ ગાવસ્કરનું નામ સાંભળ્યું. તેથી જ તેણે પોતાના પુત્રનું નામ પણ રાહુલ રાખ્યું છે. ખરેખર સુનીલ ગાવસ્કરના પુત્રનું નામ રોહન છે.

રાહુલે માતા-પિતાનું નામ રોશન કર્યું છે

કેએલ રાહુલને તેના નામ પાછળનું સત્ય 26-27 વર્ષ પછી ખબર પડી. પરંતુ આ નામ આજે આખી દુનિયામાં જાણીતું થયું છે. રાહુલ જેવી ઉત્તમ ટેકનિક ધરાવતા બહુ ઓછા બેટ્સમેન. આ જ કારણ છે કે કેએલ રાહુલ ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. હાલમાં રાહુલનું ધ્યાન IPL 2022 પર રહેશે. જેમાં તેને લખનૌ સુપરજાયન્ટ્સની જવાબદારી સોંપવામાં આવી છે. લખનૌ સુપર જાયન્ટ્સે રાહુલને 17 કરોડમાં ડ્રાફ્ટ પ્લેયર તરીકે સામેલ કર્યો હતો.

આ પણ વાંચો : IPL 2022: ડી વિલિયર્સને યાદ કરીને ભાવુક થયો વિરાટ કોહલી, કહ્યું- જો ટાઈટલ જીતીશું તો તેની ખૂબ જ ખોટ લાગશે, Video

આ પણ વાંચો : IPL 2022: IPL છોડનારા ખેલાડીઓને સબક શીખવાડશે BCCI, ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે

Next Article