KL રાહુલની સર્જરી રહી સફળ, જણાવ્યું ક્યારે કરશે મેદાન પર વાપસી

|

May 12, 2023 | 11:18 PM

રાહુલની પરેશાની બાદ તેનુ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતુ. નેશનલ ક્રિકેટ એકડમીની મેડિકલ ટીમ દ્વારા તેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. મુંબઈમાં તેની સારવારના રિપોર્ટ આધારે જૂનમાં ફાઈનલ મેચમાં તેનો હિસ્સો લેવા અંગે સ્પષ્ટતા થઈ હતી. તે આઈપીએલ 2023માંથી પણ બહાર થયો હતો.

KL રાહુલની સર્જરી રહી સફળ, જણાવ્યું ક્યારે કરશે મેદાન પર વાપસી
kl rahul successfully underwent surgery

Follow us on

1 મેના રોજ લખનઉ સુપર જાન્યટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં બાઉન્ડ્રી બચાવવાના ચક્કરમાં તેના પગમાં દુખાવો શરુ થયો હતો. જે બાદ તેને મેદાન બહાર આવવું પડયું હતું. રાહુલની પરેશાની બાદ તેનુ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતુ. નેશનલ ક્રિકેટ એકડમીની મેડિકલ ટીમ દ્વારા તેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. મુંબઈમાં તેની સારવારના રિપોર્ટ આધારે જૂનમાં ફાઈનલ મેચમાં તેનો હિસ્સો લેવા અંગે સ્પષ્ટતા થઈ હતી.તે આઈપીએલ 2023માંથી પણ બહાર થયો હતો.

મેચની પ્રથમ ઈનિંગમાં બીજી જ ઓવરમાં કેએલ રાહુલ અચાનક મેદાન પર ઢળી પડયો હતો. બેંગ્લોર તરફથી વિરાટ કોહલી અને ડુ પ્લેસી ઓપનિંગ માટે આવ્યા હતા. અને ઓલરાઉન્ડર સ્ટોઈનીસ બોલિંગ કરી રહ્યો હતો. ઓવરની અંતિમ બોલ પર ડુ પ્લેસીએ કવર તરફ બાઉન્ડ્રી ફટકારી હતી. બાઉન્ડ્રી રોકવા માટે કેએલ રાહુલ દોડ્યો હતો, અચાનક તેને જમણા પગમાં દુખાવો થયો હતો. હાલમાં તેને સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેની સર્જરી સફળ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

સોશિયલ મીડિયા પર શેયર કરી હતી પોસ્ટ

 

 

દુખાવાને કારણે લખનઉના કેપ્ટને છોડ્યુ હતુ મેદાન

 

 

 

કેએલ રાહુલનો દુખાવો જોઈ મેડિકલ ટીમ તેની પાસે પહોંચી હતી. કેએલ રાહુલ સ્ટ્રેચર પર ન ગયો પરંતુ તેણે પોતાના સાથી ખેલાડીઓની મદદથી બહાર જવું પડ્યું હતું. જો કેએલ રાહુલની આ ઈજા વધુ ગંભીર બનશે તો લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ રાહુલની ઈજા પર પણ નજર રાખશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article