
IPL 2023 ની 19 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. કોલકાતાની ટીમના હોમગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં મેચ રમાઈ રહી છે. કોલકાતાના કેપ્ટન નિતીશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આમ હૈદરાબાદની ટીમ ઈડન ગાર્ડન્સમાં પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે. કોલકાતાની ટીમે પોતાના હોમગ્રાઉન્ડ પર રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી છે. આ ગાર્ડન પર કોલકાતાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે વિજય મેળવ્યો હતો.
કોલકાતાએ પોતાની ટીમ યથાવત રાખી છે. કોલકાતાએ અંતિમ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં જીત મેળવી હતી. એ મેચમાં સળંગ 5 છગ્ગા અંતિમ ઓવરમાં રિંકૂ સિંહે જમાવ્યા હતા. તેના આ છગ્ગા વડે કોલકાતાએ જીત મેળવી હતી.
🚨 Toss Update 🚨@KKRiders win the toss and elect to field first against @SunRisers.
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/77S1a7knB9
— IndianPremierLeague (@IPL) April 14, 2023
નિતીશ રાણાએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યા વિના અંતિમ વિનિંગ ટીમને જાળવી રાખી છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એઈડન માર્કરામે પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. વોશિંગ્ટન સુંદરને બહાર રાખીને ટીમમાં અભિષેક શર્માને સ્થાન આપ્યુ છે. આમ અભિષેક શર્મા હૈદરાબાદની ટીમના ઓપનર તરીકે મયંક અગ્રવાલ સાથે જોવા મળી શકે છે. હૈદરાબાદે એક જ ફેરફાર પોતાની ટીમમાં કર્યો છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 7:21 pm, Fri, 14 April 23