
આજે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2023ની 53મી મેચ રમાઈ રહી હતી. પંજાબ કિંગ્સની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરી હતી. પંજાબના ઓપનર્સને પોતાની ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. 20 ઓવરમાં બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 179 રન રહ્યો હતો. રિંકુ સિંહે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને કોલકત્તાને 5 વિકેટથી જીત અપાવી હતી.
180 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકત્તાની ટીમના ઓપનર્સ શરુઆતની ઓવરમાં આઉટ થયા હતા. ત્યાર બાદ કેપ્ટન નીતીશ રાણા અને વેંકટેશે ઈનિંગ સંભાળી હતી. નીતીશ રાણાએ શાનદાર ફિફટી ફટકારી હતી. અંતિમ ઓવર્સમાં આંદ્રે રસલ અને રિંકુ સિંહે ઈનિંગ સંભાળીને ટીમની જીત અપાવી હતી. આમ કોલકત્તાની ટીમના ત્રિપલ R – રસલ-રાણા-રિંકુ કોલકત્તાના શાનદાર જીત અપાવી હતી.
પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ 3 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે નીતિશ રાણા-સુયશ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં જેસન રોય 38 રન, ગુલબાઝે 15 રન, નીતીશ રાણાએ 51 રન, વેંકટેશે 11 રન, આંદ્રે રસલે 42 રન અને રિંકુ સિંહે 21 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 6 સિકસર અને 20 ચોગ્ગા જોવા મળ્યા હતા.
પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 12 રન, શિખર ધવને 57 રન, ભાનુકા રાજાપક્ષેએ 0 રન, લિવિંગસ્ટોને 15 રન, જીતેશ શર્માએ 21 રન, સેમ કરને 4 રન, ઋષિ ધવને 19 રન , શાહરુખ ખાને 21 રન અને હરપ્રીતે 17 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 6 સિક્સર અને 21 ચોગ્ગા જોવા મળ્યા હતા.બીજી ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી રાહુલ ચહલ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે એલિસ અને બ્રારે 1-1 વિકેટ લીધી હતી.
અંતિમ ઓવરમાં જીત માટે 6 રનની જરુર હતી. 5મી બોલ પર આંદ્રે રસલ રન આઉટ થયો હતો. અંતિમ બોલમાં 2 રનની જરુર હતી.ત્યારે રિંકુ સિંહે ચોગ્ગો ફટકારી નાઈટ રાઈડર્સને 5 વિકેટથી મેચ જીતાડી હતી.
કોલકત્તા તરફથી આંદ્રે રસલ 39 રન અને રિંકુ સિંહ 16 રન સાથે રમી રહ્યાં છે.અંતિમ ઓવરમાં જીત માટે 6 રનની જરુર. સેમ કરનની ઓવરમાં આંદ્રે રસલે 3 સિક્સર ફટકારી.19 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 174/4
કોલકત્તા તરફથી આંદ્રે રસલ 20 રન અને રિંકુ સિંહ 15 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 12 બોલમાં 26 રનની જરુર. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 18 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 154/4
કોલકત્તા તરફથી આંદ્રે રસલ 15 રન અને રિંકુ સિંહ 10 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 18 બોલમાં 36 રનની જરુર. આ ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો. 17 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 144/4
કોલકત્તા તરફથી આંદ્રે રસલ 9 રન અને રિંકુ સિંહ 1 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 23 બોલમાં 47 રનની જરુર. 16 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 129/4
કોલકત્તાનો કેપ્ટન નીતીશ રાણા બીજી ફિફટી ફટકારી આઉટ થયો છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 28 બોલમાં 56 રનની જરુર.
કોલકત્તા તરફથી આંદ્રે રસલ 6 રન અને નીતિશ રાણા 49 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 30 બોલમાં 58 રનની જરુર.15 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 122/3
રાહુલ ચહલની ઓવરમાં પંજાબ કિંગ્સને આ ઈનિંગની ત્રીજી વિકેટ પડી. વેંકટેશ અય્યર 11 રન બનાવી કેચ આઉટ થયો છે.
કોલકત્તા તરફથી વેંકટેશ ઐયર 10 રન અને નીતિશ રાણા 41 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 42 બોલમાં 73 રનની જરુર. 13 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 107/2
કોલકત્તા તરફથી વેંકટેશ 9 રન અને નીતિશ રાણા 34 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 48 બોલમાં 82 રનની જરુર. 12 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 98/2
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 7 અને નીતિશ રાણા 30 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં 1 સિક્સર અને 2 ચોગ્ગા જોવા મળ્યા. 11 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 92/2
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 6 અને નીતિશ રાણા 15 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 60 બોલમાં 104 રનની જરુર. 10 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 76/2
કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 2 અને નીતિશ રાણા 10 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકત્તાનો ઈમ્પેક્ટ પ્લેયર 24 બોલમાં 38 રન બનાવી આઉટ થયો છે. 8 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 67/2
કોલકત્તા તરફથી જેસન રોય 38 અને નીતિશ રાણા 8 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં અંતિમ 2 બોલ પર 2 ચોગ્ગા જોવા મળ્યા. 7 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 63/1
કોલકત્તા તરફથી જેસન રોય 29 અને નીતિશ રાણા 6 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. સેમ કરનની ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 6 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 52/1
5 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 39/1. ગુરબાઝ 15 રનના સ્કોર પર એલબીડબ્લયૂ આઉટ થયો હતો.
કોલકત્તા તરફથી જેસન રોય 20 અને ગુરબાઝ 15 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. અર્શદીપની ઓવરમાં 1 સિક્સર અને 2 ચોગ્ગા જોવા મળ્યા. 4 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 36/0
કોલકત્તા તરફથી જેસન રોય અને ગુરબાઝ ઓપનિંગ માટે આવ્યા છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. 2 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 10/0
કોલકત્તા તરફથી જેસન રોય અને ગુરબાઝ ઓપનિંગ માટે આવ્યા છે. પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. 1 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 5/0
શિખર ધવનની 50મી ફિફટીની મદદથી પંજાબ કિંગ્સની ટીમે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ ઈનિંગની અંતિમ ઓવરમાં 2 સિક્સર અને 2 ચોગ્ગા જોવા મળ્યો. 20 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 179/7. ઈનિંગની સારી શરુઆતની સાથે સાથે સારો અંત પણ જોવા મળ્યો.
પંજાબ કિંગ્સ તરફથી શાહરુખ ખાન 6 રન અને બ્રાર 11 રન સાથે રમી રહ્યાં છે.આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 19 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 158/7
સુયશ શર્માની ઓવરમાં આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સેમ કરણ માત્ર 4 રન બનાવી આઉટ થયો છે. 18 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 143/7
વરુણની ઓવરમાં ઋષિ ધવન 19 રન બનાવીને આઉટ થયો. 17 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 139/6
પંજાબ કિંગ્સ તરફથી ઋષિ ધવન 11 રન અને સેમ કરણ 4 રન સાથે રમી રહ્યાં છે. પંજાબના ખેલાડીઓ લગભગ 8ની રન રેટથી રમી રહ્યાં છે. અહીંથી તેઓ 164 રનનો ટાર્ગેટ આપી શકે છે. એક મોટી ઓવરને કારણે મોટો ટાર્ગેટ પણ આપી શકે છે. 16 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 131/5
કેપ્ટન નીતિશ રાણાએ પોતાની ઓવરમાં કેપ્ટન શિખર ધવનને આઉટ કર્યો છે. 15 ઓવર બાદ પંજાબનો સ્કોર 124/5. ઋષિ ધવન 4 રન અને સેમ કરણ 3 રન સાથે રમી રહ્યાં છે.
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 55 રન અને સેમ કરણ 3 રન સાથે રમી રહ્યાં છે. શિખર ધવને 41 બોલમાં 54 રન બનાવ્યા છે. તેણે સિક્સર ફટકારીને આઈપીએલ કરિયરની 50મી ફિફટી ફટકારી હતી.
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 48 રન અને સેમ કરણ 2 રન સાથે રમી રહ્યાં છે. 13 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 109/4. પંજાબ કિંગ્સના આ બંને ખેલાડીઓએ હવે રનનો ગતિ વધારવી પડશે.
પંજાબ કિંગ્સનાની ચોથી વિકેટ પડી, જીતેશ શર્મા 21 રન બનાવી આઉટ. વરુણ ચક્રવર્તી એ આજના દિવસની બીજી વિકેટ લીધી. 12.3 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 106/4
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 46 રન અને જીતેશ શર્મા 21 રન સાથે રમી રહ્યાં છે. શિખર ધવને આ ઓવરમાં સતત 2 ચોગ્ગા ફટકાર્યા. 11 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 104/3
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 37 રન અને જીતેશ શર્મા 20 રન સાથે રમી રહ્યાં છે. સુયશ શર્માની ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો. 11 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 93/3
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 33 રન અને જીતેશ શર્મા 13 રન સાથે રમી રહ્યાં છે. પંજાબના ટીમ અહીંથી મોટો ટાર્ગેટ ઉભો કરવાનો પ્રયાસ કરશે. 10 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 82/3
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 32 રન અને જીતેશ શર્મા 11 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં જીતેશ શર્માએ આજની મેચની પ્રથમ સિક્સર ફટકારી. 9 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 79/3
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 26 રન અને જીતેશ શર્મા 2 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 7 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 64/3
વરુણ ચક્રવર્તીની ઓવરમાં કોલકત્તાને ત્રીજી સફળતા મળી. લિવિંગસ્ટન 15 રન પર એલબીડબ્સ્યૂ આઉટ થયો છે. તેણે આ ઈનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 6 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 58/3
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 20 રન અને વિલિંગસ્ટન 14 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 4 ચોગ્ગા જોવા મળ્યા. 5 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 51/2
હર્ષિત રાણાએ આજની મેચમાં બીજી વિકેટ લીધી છે. તેણે 3.4 ઓવરમાં રાજાપક્ષેને 0 રન પર કેચ આઉટ કર્યો છે. 4 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 32/2
પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવન 14 રન અને રાજાપક્ષે 0 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 3 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 26/1
હર્ષિત રાણાની ઓવરમાં પ્રભસિમરન સિંહ 12 રન બનાવી કેચ આઉટ થયો છે. 2 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 21/1. શિખર ધવન સાથે હવે ભાનુકા રાજપક્ષે બેટિંગ માટે ઉતર્યા છે.
પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહ અને શિખર ધવન બેટિંગ માટે મેદાન પર ઉતર્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી વૈભવ અરોડા બોલિંગ માટે આવ્યો છે. પ્રથમ ઓવરમાં 3 ચોગ્ગા પણ જોવા મળ્યા. 1 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 12/0
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
ઈમ્પેક્ટ પ્લેયર્સ – નાથન ઈલ્લીસ, મત્થેઉં શોર્ટ, અથર્વ તૈદે, સિકંદર રાઝ, મોહિત રાથિ
કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી
ઈમ્પેક્ટ પ્લેયર્સ – જેસન રોય, અનુકુલ રોય, ના જગદીસન, લૌકી ફર્ગ્યુસન, કુલવંત ખેજડોલિયા
🚨 Toss Update 🚨@PunjabKingsIPL have elected to bat against @KKRiders at Eden Gardens.
Follow the match ▶️ https://t.co/OaRtNpAfXD#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/BBRAIQXvrL
— IndianPremierLeague (@IPL) May 8, 2023
પંજાબ કિંગ્સે ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવો નિર્ણય કર્યો છે. એટલે કે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ પહેલા બોલિંગ કરતી જોવા મળશે.
કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરુ થશે. આ મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે.
IPL 2023ની 53મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમ આમને-સામને થશે. બંને આ સિઝનમાં બીજી વખત ટકરાશે. પંજાબે પ્રથમ મેચ જીતી હતી
IPL 2023 ની 53મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં બંને ટીમોની આ બીજી ટક્કર છે. પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સે 7 વિકેટે જીત મેળવી હતી. પંજાબે 10માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ સાથે તે 7માં સ્થાને છે. જ્યારે કોલકાતા 8 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે.
Published On - 6:40 pm, Mon, 8 May 23