IPL વચ્ચે કેરોન પોલાર્ડનો મહત્વનો નિર્ણય, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી

Kieron Pollard: વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હાલમાં તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે.

IPL વચ્ચે કેરોન પોલાર્ડનો મહત્વનો નિર્ણય, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી
Kieron Pollard (PC: Twitter)
| Edited By: | Updated on: Apr 20, 2022 | 10:29 PM

Kieron Pollard Retirement: વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન પોલાર્ડ (Kieron Pollard) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હાલમાં તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમનો ભાગ છે. તેના નિર્ણયથી ક્રિકેટ ચાહકો ખૂબ જ આશ્ચર્યમાં છે. તમને જણાવી દઈએ કે તે આ સમયે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) T20 અને ODI ટીમનો કેપ્ટન પણ છે. તેણે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે IPL અને અન્ય વિદેશી લીગમાં રમતા જોવા મળશે.

તે જ સમયે જો આપણે IPL માં તેના પ્રદર્શનની વાત કરીએ તો તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. જો કે તેની ગણતરી T20 ક્રિકેટના મહાન ખેલાડીઓમાં થાય છે. તેણે T20 ક્રિકેટમાં 11 હજારથી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે 300થી વધુ વિકેટ પણ લીધી છે.

 

 

કેરોન પોલાર્ડે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેણે લખ્યું કે, ‘હું તમામ પસંદગીકારો, મેનેજમેન્ટ અને ખાસ કરીને કોચ ફિલ સિમોન્સનો આભાર માનું છું કે તેમણે મારામાં રહેલી ક્ષમતા જોઈ અને મારી કારકિર્દી દરમિયાન મારામાં વિશ્વાસ જગાવ્યો. આ સમય દરમિયાન ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે (West Indies Cricket) મારામાં જે આત્મવિશ્વાસ બતાવ્યો તે સારો હતો, કારણ કે મેં ટીમની કેપ્ટનશીપ કરવાનો નિર્ણય લીધો હતો. ,

આ સિવાય તેણે Wesr Indies Cricket ના પ્રમુખ રિકી સ્કેરિટનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મારા કેપ્ટન તરીકેના સમયમાં તેણે મને સતત સપોર્ટ કર્યો હતો. આ માટે હું તેમનો આભાર માનવા માંગુ છું. 2007 માં પોલાર્ડે દક્ષિણ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 20 ફેબ્રુઆરીએ ભારત સામે રમી હતી.

આ પણ વાંચો : IPL 2022 DC VS RR: દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચનું સ્થળ બદલાયું, મેચ વાનખેડેમાં યોજાશે

આ પણ વાંચો : IPL 2022 : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની મોટી ભવિષ્યવાણી: ‘ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીમાં RCB જીતશે ખિતાબ’

Published On - 10:13 pm, Wed, 20 April 22