IL20: ક્રિકેટરે એવી સિક્સ ફટકારી કે સ્ટેડિયમની બહાર પડ્યો બોલ, દડો લઈને ચાહક ભાગ્યો જુઓ Video

|

Jan 31, 2023 | 4:03 PM

ડેઝર્ટ વાઇપર્સ સામેની મેચમાં મુંબઈ અમીરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. જવાબમાં ડેઝર્ટ વાઇપર્સે માત્ર 84 રન બનાવ્યા હતા.

IL20: ક્રિકેટરે એવી સિક્સ ફટકારી કે સ્ટેડિયમની બહાર પડ્યો બોલ, દડો લઈને ચાહક ભાગ્યો જુઓ Video
દડો ચોરીને ચાહક ભાગ્યો
Image Credit source: Twitter

Follow us on

ક્રિકેટ મેચ ચાલુ હતી. ત્યારે જ કંઈક એવું બને છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળે તો નવાઈ લાગે. પરંતુ શારજાહમાં નહીં. કારણ કે, આવા ફોટો પહેલા પણ જોવા મળ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ઈન્ટરનેશનલ લીગ T20માં મુંબઈ અમીરાત અને ડેઝર્ટ વાઈપર્સ વચ્ચે રમાયેલી મેચની. આ મેચમાં મુંબઈ અમીરાતની ટીમ બેટિંગ કરી રહી હતી. કિરોન પોલાર્ડ અને ડેન મુસ્લી ક્રિઝ પર હતા. ત્યારબાદ કાંઈ અલગ જ જોવા મળ્યું હતુ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

બોલ લઈને ભાગ્યો એક વ્યક્તિ

મુંબઈની ઈનિંગની 18મી ઓવરમાં ડેન મુસલીએ સિક્સ ફટકારી હતી. આ સિક્સ સીધી મેદાનની બહાર ગયો અને રસ્તા પર પડ્યો. શારજાહની ધરતી પરની આ આશ્ચર્યજનક ફોટો નથી. કારણ કે મેદાન એટલું નાનું છે કે અહીં રમાતી મેચોમાં બોલ બહાર જાય છે અને સ્ટેડિયમને અડીને આવેલા રોડ પર પડે છે.સ્ટેડિયમની બહાર રોડ પર ડેન મુસ્લીની સિક્સ પડતા જ ત્યાં હાજર એક વ્યક્તિએ બોલ લીધો અને પછી ભાગી ગયો. તે સ્પષ્ટ છે કે મેચને ફરીથી શરૂ કરવા માટે નવા બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવો જોઈએ. પરંતુ, 19મી ઓવરમાં ફરી આવી જ ઘટના બની.

 

 

19મી ઓવરમાં કિરોન પોલાર્ડ સિક્સર ફટકારે છે અને બોલ સ્ટેડિયમની બહાર જાય છે અને રોડ પર પડી જાય છે. પરંતુ, આ વખતે જે વ્યક્તિ બોલ મળે છે, તે તેની સાથે દોડવાને બદલે તેને ઉપાડે છે અને સ્ટેડિયમમાં પાછો ફેંકી દે છે.

મુંબઈ અમીરાતે ડેઝર્ટ વાઇપર્સને હરાવ્યું

ડેઝર્ટ વાઇપર્સ સામેની મેચમાં મુંબઈ અમીરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. જેમાં કિરોન પોલાર્ડના માત્ર 19 બોલમાં અણનમ 50 રન અને ડેન મુસલીના માત્ર 17 બોલમાં અણનમ 31 રનની મહત્વની ભૂમિકા હતી. જવાબમાં 242 રનના ટાર્ગેટ સામે ડેઝર્ટ વાઇપર્સની ટીમ માત્ર 84 રનમાં જ સમેટાઈ ગઈ અને 157 રનથી મેચ હારી ગઈ.

Next Article