ભારતના સ્ટાર ખેલાડીએ અચાનક ઈંગ્લેન્ડ છોડી દીધું, આ કારણસર લીધો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટના ઘણા સ્ટાર ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન, ભારતનો એક ઝડપી બોલર સ્વદેશ પરત ફરી રહ્યો છે. આ ખેલાડીએ વ્યક્તિગત કારણો જણાવી ટીમને અધવચ્ચે જ છોડી દીધી છે. ટીમે પોતે આ માહિતી આપી છે.

ભારતના સ્ટાર ખેલાડીએ અચાનક ઈંગ્લેન્ડ છોડી દીધું, આ કારણસર લીધો મોટો નિર્ણય
Khalil Ahmed
Image Credit source: Getty Images
| Updated on: Jul 28, 2025 | 7:24 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં ટીમ 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની 4 મેચ રમાઈ ચૂકી છે અને છેલ્લી મેચ 31 જુલાઈથી રમાશે. બીજી તરફ, ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે. આ બધા વચ્ચે, એક સ્ટાર ખેલાડી અચાનક ઈંગ્લેન્ડ છોડીને ભારત પરત ફર્યો છે. આ ખેલાડીએ વ્યક્તિગત કારણોસર ટીમ છોડી દીધી છે અને આગળની મેચોમાં ભાગ લઈ શકશે નહીં.

ખલીલ અહેમદે કરાર સમાપ્ત કર્યો

ભારતીય બોલર ખલીલ અહેમદે એસેક્સ સાથેનો કરાર સમાપ્ત કર્યો છે. તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એસેક્સ માટે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. એસેક્સે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે ખલીલ ક્લબ સાથેની તેની બાકીની મેચો પહેલા ભારત પરત ફરી રહ્યો છે. જોકે અમે તેને જતા જોઈને દુઃખી છીએ, અમે ખલીલના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને અમારી સાથેના તેના સમય દરમિયાન તેના યોગદાન બદલ તેના આભારી છીએ.

 

એસેક્સ માટે ફક્ત 2 મેચ રમી

તમને જણાવી દઈએ કે, ખલીલ અહેમદે શરૂઆતમાં ક્લબ સાથે બે મહિનાના કાર્યકાળ માટે કરાર કર્યો હતો. જે હેઠળ તેને છ ફર્સ્ટ ક્લાસ મેચ રમવાની હતી , તેમજ વન -ડે કપની દસ સંભવિત લિસ્ટ A મેચ રમવાની હતી. પરંતુ તેણે એસેક્સ માટે ફક્ત 2 મેચ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 4 વિકેટ લીધી હતી. આ પહેલા, તેણે ઈન્ડિયા A વતી ઈંગ્લેન્ડ લાયન્સ સામે પણ એક મેચ રમી હતી, જ્યાં ખલીલે પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી. આ પછી જ તે એસેક્સ ટીમમાં જોડાયો હતો.

ખલીલ અહેમદની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

ખલીલ અહેમદે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 11 ODI અને 18 T20 મેચ રમી છે . આ દરમિયાન તેણે ODIમાં 15 અને T20માં 16 વિકેટ લીધી છે. 2018માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનાર ખલીલ અહેમદે ભારત માટે છેલ્લી વનડે 2019માં રમી હતી. તેણે ગયા વર્ષે T20 ટીમમાં વાપસી કરી હતી.

આ પણ વાંચો: ભારતના બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનને સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત, કારકિર્દી બરબાદ થતા બચી ગઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો