Jos Buttler: T20 ક્રિકેટનો ‘કિંગ’ બદલાવાનો છે! મહારેકોર્ડ તોડવાથી માત્ર 24 રન દૂર આ દિગ્ગજ

ઈંગ્લેન્ડનો દિગ્ગજ વિકેટકીપર-બેટ્સમેન T20 ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા રેકોર્ડમાંના એકને તોડવાની અણી પર છે. તે આ ફોર્મેટના સર્વકાલીન મહાન ખેલાડી બનવાથી માત્ર 24 રન દૂર છે. જલ્દી T20 ક્રિકેટનો 'કિંગ' બદલાવાનો છે.

| Updated on: Aug 01, 2026 | 5:40 PM
1 / 5
માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનો અનુભવી વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડ લીગમાં ધમાલ મચાવી રહ્યો છે. 31 જુલાઈના રોજ ટ્રેન્ટ રોકેટ્સ સામેની મેચમાં બટલરે 37 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સહિત 55 રનની ધમાકેદાર અડધી સદી ફટકારી હતી.

2 / 5
બટલરની ઇનિંગથી માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે 137 રનનો સ્કોર બનાવ્યો. આ અડધી સદી સાથે, જોસ બટલર T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાના વધુ નજીક પહોંચી ગયો છે.

3 / 5
વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. બટલર હવે પોલાર્ડનો આ રેકોર્ડ તોડવાથી માત્ર 24 રન દૂર છે. બટલરે તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડીને બીજું સ્થાન મેળવ્યું છે.

4 / 5
જોસ બટલરના 520 T20 મેચોની 490 ઇનિંગમાં 14,780 રન છે. તેણે 147.06 ના સ્ટ્રાઇક રેટથી 105 અડધી સદી અને નવ સદી ફટકારી છે. જ્યારે કિરોન પોલાર્ડના 746 મેચોમાં 14,803 રન છે.

5 / 5
જોસ બટલર ધ હંડ્રેડની આગામી મેચોમાં વધુ 24 રન બનાવશે અને તે T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો નંબર 1 રન ખેલાડી બની જશે. (PC: Getty)

Follow Us
Loading...
Unable to load recommendations.