Ashes: ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેવાના મામલે જો રૂટ છઠ્ઠા સ્થાને પહોંચ્યો, દ્રવિડ આ લિસ્ટમાં ટોપ પર

એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ખેલાડી જો રૂટે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે રાહુલ દ્રવિડ સાથે સંબંધિત એક ખાસ યાદીમાં સ્થાન બનાવ્યું છે.

Ashes: ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેવાના મામલે જો રૂટ છઠ્ઠા સ્થાને પહોંચ્યો, દ્રવિડ આ લિસ્ટમાં ટોપ પર
Joe Root
| Edited By: | Updated on: Jul 01, 2023 | 10:49 PM

લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કપ્તાન અને સ્ટાર બેટ્સમેન જો રૂટે વધુ એક ટેસ્ટ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. આ રેકોર્ડ તેણે બેટિંગમાં નહીં પરંતુ ફિલ્ડિંગમાં નોંધાવ્યો હતો.

એલેસ્ટર કૂકને પાછળ છોડ્યો

જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેવાના મામલે તેના જ દેશના પૂર્વ કપ્તાન એલેસ્ટર કૂકને પાછળ છોડી દીધો હતો અને આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો હતો. રૂટે 132 ટેસ્ટની 250 ઇનિંગમાં 176મી કેચ ઝડપી આ રેકોર્ડ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સમાપ્ત થઈ ત્યાં સુધીમાં રૂટે વધુ બે કેચ પકડતા હવે આ આંકડો 178 પર પહોંચી ગયો છે અને તે ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડનાર ઇંગ્લિશ ફિલ્ડર બની ગયો છે.

રાહુલ દ્રવિડ છે નંબર-1

ટેસ્ટ ક્રિકેટમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ પકડવા મામલે ભારતના મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ ટોપ પર છે. દ્રવિડે 164 ટેસ્ટની 301 ઇનિંગ્સમાં 210 કેચ પકડી છે. ત્યારબાદ જયવર્દને બીજા નંબર પર છે. તેણે 270 ઇનિંગ્સમાં 205 કેચ લીધા છે. ત્રીજા નંબર 315 ઇનિંગ્સમાં 200 કેચ સાથે જેક કાલિસ છે. પોન્ટિંગ 196 કેચ સાથે ચોથા અને માર્ક વો 181 કેચ સાથે પાંચમા ક્રમે છે.

રૂટ ઈંગ્લેન્ડનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન-ફિલ્ડર

જો રૂટ ઈંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે 240 ટેસ્ટ ઇનિંગમાં 11168 રન બનાવ્યા છે. રૂટે ટેસ્ટ ફોર્મેટમાં 30 સદી અને 58 અડધી સદી ફટકારી છે. તેણે ટેસ્ટમાં ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. જો રૂટનો ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 254 રન છે. તેણે ટેસ્ટ ફોર્મેટમાં 41 છગ્ગા અને 1220 ચોગ્ગા પણ ફટકાર્યા છે.

આ પણ વાંચોઃ ભારતની યુવા ઓફ સ્પિનરે રચ્યો ઈતિહાસ, કેરેબિયન લીગમાં રમનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

લોર્ડસ ટેસ્ટ જીતવા ઈંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ

એશિઝ 2023ની બીજી ટેસ્ટમાં ટોસ હારી પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 416 રન બનાવ્યા હતા. જેમાં સ્ટીવ સ્મિથે શાનદાર સદી ફટકારી હતી. આ પછી ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ડકેટે 98 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડને લોર્ડસ ટેસ્ટ જીતવા 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો