ટેસ્ટ ક્રિકેટના ટોપ 10 બેટ્સમેનોમાં સામેલ થયો જો રૂટ, એલન બોર્ડરને પાછળ છોડ્યા

|

Jun 29, 2023 | 11:44 PM

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. હવે રૂટના નામે 11178 રન નોંધાયા છે.

ટેસ્ટ ક્રિકેટના ટોપ 10 બેટ્સમેનોમાં સામેલ થયો જો રૂટ, એલન બોર્ડરને પાછળ છોડ્યા
Joe Root

Follow us on

જો રૂટ ઓસ્ટ્રેલિયા સામેની લોર્ડ્સ ટેસ્ટ મેચમાં બેટિંગ કરતી વખતે એક ખાસ ક્લબમાં સામેલ થયો હતો. બીજી ટેસ્ટ મેચમાં રુટ ઈંગ્લેન્ડની ટીમના પ્રથમ દાવમાં માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ આ દરમિયાન તે હવે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. હવે ઈંગ્લેન્ડના એલિસ્ટર કુક બાદ જો રૂટ ટોપ-10માં બીજો ઇંગ્લિશ ખેલાડી તરીકે સામેલ થઈ ગયો છે.

જો રૂટની ખાસ ક્લબમાં એન્ટ્રી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જો રૂટે અત્યાર સુધી કુલ 132 ટેસ્ટ મેચોની 241 ઇનિંગ્સમાં 50.57ની એવરેજથી 11178 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 30 સદી અને 58 અડધી સદી ફટકારી હતી. જો રૂટ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડર ટોપ 10માં દસમાં નંબર પર હતો. જો રૂટે ટેસ્ટ ફોર્મેટમાં કુલ 156 મેચમાં 50.56ની એવરેજથી 11174 રન બનાવ્યા છે.

સચિન તેંડુલકર પ્રથમ સ્થાને

ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ક્રિકેટના ભગવાન અને પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિને 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકના નામે છે, જેણે 161 મેચમાં 12472 રન બનાવ્યા છે. ટોપ-10 ખેલાડીઓની યાદીમાં કૂક પાંચમાં સ્થાને છે.

આ પણ વાંચોઃ ODI World Cup Qualifier : ઓમાનના બેટ્સમેને સદી ફટકાર્યા બાદ જડ્ડુની સ્ટાઈલમાં કરી ઉજવણી, જુઓ Video

વિરાટ-સ્મિથ છે ઘ્યાન પાછળ

આ ખાસ કલબમાં સામેલ થનાર જો રુટની નજીક હાલના સમયનો કોઈ ખેલાડી નથી. વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ ભારતના વિરાટ કોહલી, ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સન, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓ પણ આ લિસ્ટમાં સામેલ થવાથી ખૂબ દૂર છે. જો રુટ ટેસ્ટમાં રન બનાવવા મામલે આ બધાથી આગળ નીકળ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article