ઋતુરાજ ગાયકવાડને છોડો, ‘જેઠાલાલે’ 6 બોલમાં 8 સિક્સ ફટકારી છે, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં એક ઓવરમાં 7 સિક્સ ફટકારી, સોશિયલ મીડિયા પર જેઠાલાલ ટ્રેન્ડ થઈ રહ્યા છે.'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ પર લોકો ટ્વિટર પર આ અંગેના મીમ્સ શેર કરી રહ્યા છે.

ઋતુરાજ ગાયકવાડને છોડો, જેઠાલાલે 6 બોલમાં 8 સિક્સ ફટકારી છે, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ
'જેઠાલાલે' 6 બોલમાં 8 સિક્સ ફટકારી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 29, 2022 | 9:51 AM

ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર ઈનિગ્સ રમ હતી. આ શાનદાર ઈનિગ્સ રમતાની સાથે જ તેનું નામ ઈતિહાસના પાના પર લખાઈ ગયું છે. વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડ ઉત્તર પ્રદેશ વિરુદ્ધ માત્ર 159 બોલમાં જ અણનમ 220 રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે કુલ 10 ચોગ્ગા ફટકાર્યા અને 16 સિક્સ ફટકારી હતી. જેમાં તેમણે એક જ ઓવરમાં 7 સિક્સ ફટકારી હતી અને 43 રન બનાવ્યા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે, 6 બોલની ઓવરમાં 7 સિક્સ કઈ રીતે ફટકારી ?

 

 

તો તમને જણાવી દઈએ કે, બોલરે એક બોલ નો બોલ નાંખ્યો હતો તેમાં પણ બેટસમેને સિક્સ ફટકારી હતી. હવે ગાયકવાડના સિક્સના વરસાદ વચ્ચે સોશિયલ મીડિયા પર જેઠાલાલ ટ્રેંડ થઈ રહ્યા છે. આ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ.

 

 

જેઠાલાલનો આ વીડિયો ટ્વિટર પર શેર

ઋતુરાજ ગાયકવાડની સિક્સરમાં જેઠાલાલ ટ્રેડ થવાનું કારણ એ છે કે એક એપિસોડમાં જેઠાલાલે કહ્યું હતું કે તેણે એક ઓવરમાં 8 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા હતા. IPL ટીમ રાજસ્થાન રોયલ્સે પણ જેઠાલાલનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જ્યારે યુઝર્સ પણ તેનો જોરદાર આનંદ લઈ રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે યુવરાજ સિંહ કે ઋતુરાજ ગાયકવાડે ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા નથી, પરંતુ જેઠાલાલે બનાવ્યા છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે ‘જેઠાલાલનો આ રેકોર્ડ કોઈ પ્રોફેશનલ ક્રિકેટર તોડી શકે નહીં’. તેવી જ રીતે, લોકો અન્ય ઘણા પ્રકારના મીમ્સ શેર કરીને ખૂબ આનંદ લઈ રહ્યા છે.

 

 

ઋતુરાજ ગાયકવાડે બોલર શિવા સિંહના બોલ પર એક ઓવરમાં 7 સિક્સ મારીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.