એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં જય શાહનો કાર્યકાળ લંબાયો, 2024 સુધી પ્રમુખ તરીકે યથાવત રહેશે, એજીએમમાં ​​લેવાયો નિર્ણય

|

Mar 19, 2022 | 5:13 PM

તમને જણાવી દઈએ કે જય શાહને ગયા વર્ષે જાન્યુઆરીમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમુલ હસન આ પદ સંભાળતા હતા.

એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં જય શાહનો કાર્યકાળ લંબાયો, 2024 સુધી પ્રમુખ તરીકે યથાવત રહેશે, એજીએમમાં ​​લેવાયો નિર્ણય
Jay Shah at ACC AGM (PC: ACC)

Follow us on

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ તરીકે ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI) સેક્રેટરી જય શાહ (Jay Shah)નો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે. હવે જય શાહનો કાર્યકાળ ACCના પ્રમુખ તરીકે આવનારા વર્ષ 2024 સુધી ચાલુ રહેશે. ACCની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક શનિવારે શ્રીલંકાના કોલંબોમાં થઈ હતી.

તમને જણાવી દઈએ કે જય શાહને ગયા વર્ષે જાન્યુઆરીમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમુલ હસન આ પદ સંભાળતા હતા. આ વખતે જય શાહની મુદત લંબાવવાનો પ્રસ્તાવ શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા મૂકવામાં આવ્યો હતો. જેને ACCના તમામ સભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શનિવારે ACCની બેઠકને સંબોધતા જય શાહે કહ્યું કે ‘ACCનું ધ્યાન આ પ્રદેશ (એશિયા)માં રમતના વિકાસને આગળ વધારવાનું છે. અમે આ ક્ષેત્રમાં ક્રિકેટના વિકાસ માટે દરેક રીતે પ્રતિબદ્ધ છીએ. અમે અગ્રેસર કાર્ય કરવા માટે સમર્પિત છીએ. ખાસ કરીને મહિલા ક્રિકેટના ક્ષેત્રમાં અને સમગ્ર વર્ષ દરમિયાન ACC દ્વારા આયોજિત તમામ પાયાની ટૂર્નામેન્ટમાં વધારે ધ્યાન રાખવામાં આવશે.

 

 

જય શાહે એજીએમમાં ​​તેમનો કાર્યકાળ વધારવા બદલ સૌનો આભાર પણ માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ‘હું મારા પર વિશ્વાસ કરવા અને ACC દ્વારા શરૂ કરાયેલા તમામ કાર્યને પૂર્ણ કરવા માટે મને લાયક ગણવા બદલ ACCમાં મારા તમામ આદરણીય સાથીઓનો આભાર માનું છું.’

27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી એશિયા કપનું આયોજન

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટ્વીટ દ્વારા ટૂર્નામેન્ટની તારીખોની જાણકારી આપવામાં આવી હતી. આ મુજબ ટૂર્નામેન્ટ આ વર્ષે 27 ઓગસ્ટથી શ્રીલંકામાં શરૂ થશે, જે 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. જો કે એશિયા કપનું ફોર્મેટ વન ડેનું રહ્યું છે, પરંતુ આ વખતે તે ટી20 ફોર્મેટમાં રમાશે. આ સિવાય 20 ઓગસ્ટથી ક્વોલિફાયર મેચો યોજાશે.

 

આ પણ વાંચો: Glenn Maxwell એ વિની રમન સાથે કર્યા લગ્ન, RCB એ નવદંપતિને પાઠવી શુભેચ્છા

Next Article